બેંક ખાતાઓ, મોબાઈલ નંબરોમાંથી કેવી રીતે હટાવશો પોતાનો ‘આધાર નંબર', અહીં જાણો
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે બુધવારે આધાર એક્ટ, 2016 ના સેક્શન 57 ને ફગાવી દીધુ છે. સેક્શન 57 હેઠળ કોઈ પણ વ્યક્તિની ઓળખની ચકાસણી માટે આધારની જાણકારી ઉપયોગ કરવાની પરવાનગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે તે ગેરબંધારણીય થઈ ચૂક્યુ છે. જજોએ કહ્યુ કે કોઈ વ્યક્તિની ચકાસણી માટે પહેલેથી જ તમામ વ્યવસ્થાઓ હાજર છે.

આધાર નંબરને બેંક ખાતા કે મોબાઈલ ફોન નંબરથી ડીલિંક કરાવી શકો
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે મોબાઈલ નંબર અને બેંક અકાઉન્ટ સાથે આધારને જોડવુ આવશ્યક નહિ રહે અને પ્રાઈવેટ કંપનીઓ પોતાના ગ્રાહકો પાસેથી આધાર કાર્ડની માંગ પણ નહિ કરી શકે. મુશ્કેલી એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશથી પહેલા બેંકો અને દૂરસંચાર સેવા આપનારાઓએ કરોડો લોકોની બાયોમેટ્રિક ડીટેલને ઈ-કેવાયસી કે સી-કેવાયસી પ્રક્રિયાના માધ્યમથી જોડી દીધી છે. તેમાંથી કેટલાક વિચારી રહ્યા હશે કે શું તે પોતાના આધાર નંબરને બેંક ખાતાઓ કે મોબાઈલ ફોન નંબરથી ડીલિંક કરાવી શકે છે?
આ પણ વાંચોઃ આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી

યુઆઈડીએઆઈમાં ડીલિંક કરાવવાની જોગવાઈ
યુઆઈડીએઆઈના નિયમોના પાંચમાં પોઈન્ટમાં કહેવામાં આવ્યુ છે કે આધાર કાર્ડધારક કોઈ પણ સમયે પોતાના ઈ-કેવાયસી ડેટાને સંગ્રહિત કરવા કે ત્રીજા પક્ષ સાથે શેર કરવા માટે એક કેયુએ (ઈ-કેવાયસી ઉપયોગકર્તા એજન્સી) ને આપેલી સંમતિ રદ કરી શકે છે. આમ કરવા પર કેયુએ (ઈ-કેવાયસી યુઝર એજન્સી) ઈ-કેવાયસીનો બધો ડેટા ડિલીટ કરી દેશે. આનો અર્થ એ કે આધાર કાર્ડધારકને કાયદાકીય રીતે બેંક ખાતાઓ અને મોબાઈલ ફોન નંબરોમાંથી પોતાની બાયોમેટ્રિક ઓળખ વિવરણ હટાવવાની અનુમતિ છે.

આ રીતે હટાવો બેંક ખાતા અને મોબાઈલ નંબરોમાંથી આધાર
આધારને બેંક ખાતામાંથી ડીલિંગ કરવા માટે તમારે સંબંધિત બેંકમાં એક ફોર્મ જમા કરાવવાનું રહેશે. જ્યાં તમે કારણ બતાવીને તમારા ખાતામાંથી પોતાનો આધાર નંબર હટાવી શકો છે. આ રીતે જો તમે ઈચ્છો કે તમારો આધાર નંબર મોબાઈલ ઓપરેટર પણ રદ કરી દે તો તેના માટે તમારે તમારા મોબાઈલ ઓપરેટરને કારણ બતાવીને એક એપ્લીકેશન આપવાની રહેશે. ત્યારબાદ બેંક અને મોબાઈલ ઓપરેટર તમારા આ નિવેદનને આગળ પ્રોસેસ કરશે. ત્યારબાદ તમારા બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબરથી તમારી ડિટેલ હટાવી દેવામાં આવશે.

ઈ-વોલેટથી કેવી હટાવશો આધાર
જો તમે તમારા ડિજિટલ વોલેટથી પોતાના આધારને ડીલિંક કરાવવા ઈચ્છતા હોય તો તમારે આ પ્રક્રિયા કરવી પડશે. માની લો કો તમે પેટીએમથી તમારો આધાર હટાવવા માંગો છો તો તમારે આ સ્ટેપ કરવાના રહેશે. તમે પેટીએમના કસ્ટમર કેર 01204456456 નંબર પર પોતાનું ફોર્મ નોંધાવી શકો છો. કે પછી ઈમેલ મોકલીને પોતાના આધારને ડીલિંક કરાવી શકો છો. ત્યારબાદ તમને એક ડીલિંક કરવાનો મેસેજ મળશે. જેમાં કંપની તમને સૂચિત કરશે કે તમારો વોલેટ આધારથી ડીલિંક કરી દેવામાં આવ્યુ છે. આ રીતે તમે અન્ય કંપનીઓથી સંપર્ક કરીને ઈ-વોલેટથી પોતાનો આધાર નંબર હટાવી શકો છો.
આ પણ વાંચોઃ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ?