• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો

|

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની પહલે ડિજિટલ ઈન્ડિયા થકી દેશભરમાં થતા નાણાકીય વ્યવહારની રીતમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. કેશ ટ્રાન્ઝેક્શનમાં સદંતર બદલાવ આવ્યો છે અને પેમેન્ટની નવી પદ્ધતિઓઓ દ્વારા લોકો ટ્રાન્જેક્શન કરતા થયા છે. પહેલા ઓનલાઈન પેમેન્ટ તો લોકો ભાગ્યે જ કરતા અને ડેબિટ કાર્ડ પણ મોટેભાગે એટીએમ મશીનમાં જ સ્વાઈપ કરતા. જો કે સરકારે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ સહેલી બનાવવા માટે ભીમ એપ પણ લૉન્ચ કરી.

digital india

મોદી સરકારની ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને ડિમોનેટાઈઝેશનને પગલે દેશભરના નાગરિકો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા થયા છે. આની સાથે જ સરકારે કેશલેસ ઈકોનોમી માટે પ્રોત્સાહન આપ્યું છે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો કરવા માટે સરકારે વિવિધ પ્રકારની ડિસ્કાઉન્ટ અને ફ્રીબી સ્કિમો પણ જાહેર કરી હતી. જેમ કે કેશલેશ ટ્રાન્ઝેક્શન કરનારને કેશબેક વગેરે જેવી ઑફર પણ આપી હતી.

ઈ-પેમેન્ટ માત્ર નાણાકીય વ્યવહારને જ સહેલું નથી બનાવતું બલકે ઈ-પેમેન્ટ થકી પૈસાની હેરાફેરી પર પણ નજર રાખી શકાય છે. જેને પગલે કરચોરીમાં ઘટાડો થયો છે અને સરકારની આવકમાં પણ વધારો થયો છે. નાણામંત્રી હંમેશા કહે છે તેમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર જે લોકો ટેક્સ ચોરી કરતા હતા તેમની ચોરી હવે પકડાય જાય છે અને તેને કારણે યુપીએ સરકારની સરખામણીએ ડિમોનેટાઈઝેશન પછી કરવેરો ભરનારની સંખ્યામાં પણ તદ્દન વધારો થયો છે.

વધુ એક ફાયદો એ કે લોકોને રોકડ રકમ ગજવામાં સાચવવાની, કે એટીએમની બહાર લાઈનમાં ઉભવાની માથાકૂટથી નિરાંત મળી. પ્રવાસ દરમિયાન ડિજિટલ પેમેન્ટ સહેલો અને સુરક્ષિત વિકલ્પ સાબિત થયો છે.

તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં ખુલાસો થયો છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યા બાદ ભારતનો ઓવરઓલ રેન્ક 28મા નંબરે પહોંચી ગયો છે જે 2011માં 36મા નંબરે હતો, પરંતુ હજુ પણ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક આર્થિક પરિબળો મામલે હજુ વધુ અમલી કરવાની જરૂર છે. પેમેન્ટ કંપની વીજએ કરેલા સર્વે મુજબ સરકાર ઈ-પેમેન્ટ ક્ષમતાઓને આગળ વધારવામાં તેજ ગતિ પકડી રહી છે અને નાગરિક-ટૂ-ગવર્નમેન્ટ, બિઝનેસ-ટૂ-ગવર્નમેન્ટ અને ગવર્નમેન્ટ-ટૂ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન મામલે ભારત ટોપ ટોપ પર્ફોર્મરમાનો એક છે.

digital india

મોદી સરકારના રાજમાં મોબાઈલ ટેરિફ પ્લાન પણ સસ્તા થયા છે. વાયરલેસ ડેટાની મોકલવાની અને પ્રાપ્ત કરવાની કિંમતમાં ઘટાડો થવાના કારણે ગ્રાહકો ફાયદામાં છે. નિતિ આયોગના ચિફ એક્ઝિક્યૂટિવ ઑફિસર અમિતાભ કાંતે જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીમાં ભાવમાં ઘટાડાથી ડેટા ટ્રાફિકમાં 1.5 બિલિયન ગીગાબાઇટનો વધારો થયો છે.

GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો

1 જુલાઈ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલ ડિજિટલ ઈન્ડિયા હેઠળ UDAN, UJALA સહિતના વિવિધ સરકારી કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યા હતા જેને પગલે દેશ ટેક-ફર્સ્ટ-કન્ટ્રી બન્યો. ડિજિટલ ઈન્ડિયામાં 2019 સુધીમાં 2,50,000 ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્શન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને તેના માટે નાણાકીય વર્ષ 18-19 માટે 3073 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, આ આયોજન અંતર્ગત રોજગાર પણ પેદા થશે.

'ખટારા' હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની 6 કાર નિલામ થશે

English summary
Modi govt's digital India push, how it has changed the way we transact?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more