For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, તોફાનો અને વાવાઝોડાના કેવી રીતે પડાય છે નામ

|
Google Oneindia Gujarati News

superstormsandy
બેંગ્લોર, 31 ઑક્ટોબરઃ 'સૅન્ડી' તોફાને અમેરિકામાં નોતરેલા વિનાશ પછી અને નીલમ નામનું વાવાઝાડું તમીલનાડુ અને આંધ્ર પ્રદેશ તરફ ફંટાઇ રહ્યું હોવાના સમાચાર છે અને 31મી ઑક્ટોબર પછી સામાન્ય જનજીવનને અસર પહોંચાડશે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભયાનક વિનાશકારી તોફાનોના નામ કેવી રીતે પડે છે?

વાવાઝાડું, ચક્રવાત, તોફાનના નામ કંઇ એમ જ પાડી દેવામાં આવતા નથી. તેની પાછળ ઘણી વૈજ્ઞાનિક બાબતો સંકળાયેલી છે. ભારતમાં આવેલા એઇલા, ફ્યાન, લૈલા, ફેટ અથવા તો ગોરી તોફાનો અને અમેરિકામાં આવેલા કેટરિના અને સૅન્ડી નામની પાછળ એક મોટી વૈજ્ઞાનિક કોમ્યુનિટી છે.

ભારતીય મેટ્રોલોજિકલ વિભાગ(આઈએમડી)નું કહેવું છે કે વર્ષો પહેલા તોફાનો અને વાવાઝોડાના નામ પાડવાની પ્રણાલી સ્વિકારવામાં આવી હતી, જેથી તેને ઓળખી શકાય અને લોકોને ઝડપથી તે અંગે માહિતગાર કરી શકાય.

વિવિધ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરીને વાવાઝોડા અને તોફાનના નામ પાડવામાં આવે છે. પહેલું તો કેથોલિક સંતના આધારે નામ પાડવામાં આવતા હતા, બાદમાં તોફાનની લેટિટ્યુડ-લોંગિટ્યૂડ સ્થિતિ જોઇને તેના આધારે તેના નામ પાડવામાં આવે છે.

તોફાન અને વાવાઝોડાના નામ માટે શા માટે મહિલા નામો વપરાય છે?

મિલિટ્રી મેટ્રોલોજિસ્ટિક દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહિલાઓના નામ પરથી તોફાનોના નામ પાડવાની શરૂઆત કરવામાં આવી હતી. 1950માં વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન(ડબલ્યુએમઓ)એ આ પ્રણાલી અપનાવી હતી. ડબલ્યુએમઓ ડિવાઇઝ્ડ આલ્ફાબેટિકલ નામ પાડે છે. એક વખત એક નામનો ઉપયોગ કરવામાં આવે પછી આગામી 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તોફાન-વાવઝોડાને ટેગ કરવા માટે વપરાય છે પુરૂષ નામ

1970નાં અંત ભાગમાં રાજકીય સુધારાઓ કરવામાં આવ્યા અને એટ્લાન્ટિક ચક્રાવાતની યાદીમાં પુરૂષ નામોને પણ સમાવવામાં આવ્યા. આ જ રીતે ફ્રેન્ચ અને સ્પેનિશ નામો તોફાનના વિનાશનો ભોગ બનનાર રાષ્ટ્રની ભાષાને રજૂ કરી રહ્યાં છે.

હાલ, ડબલ્યુએમઓ 21 નામની છ યાદી છે. જેમાં ક્યુ, યુ, એક્સ, વાય અને ઝેડના નામનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઋતુના પહેલા ચક્રવાત અને ચક્રવાતી ઋતુના આધારે આ સાયકલ દર છ વર્ષે બદલાય છે. 2005માં આવેલા ચક્રવાતો અને તોફાનોના નામ ગ્રીક આલ્ફાબેટના આધારે પાડવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે તોફાન કોઇ વિનાશ સહિતની કેટલીક છાપ છોડતા જાય છે ત્યારે તેના નામો બદલવામાં આવે છે. આ ત્યારે બને છે જ્યારે ચક્રવાત આખા દરિયાને પાર કરીને બીજે જાય છે અથવા તો તે ત્યાં જ ખત્મ થઇને ફરીથી ઉદ્દભવે છે.

English summary
you ever wondered how tropical storms and hurricanes get their names? It is not just random selection and naming a cyclone/storm/hurricane. Lot of science is involved into it. Be it names like Aila, Phyan, Laila, Phet or Giri, cyclones that had hit India or infamous hurricane Katrina in US, giving names to cyclones/hurricanes is a big task for the scientific community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X