For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકારનું સૌથી મોટું હથિયાર 'સોશિયલ નેટવર્કિંગ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જૂન: કેવી રીતે ભાજપને આટલી બધી બહુમતી મળી ગઇ, કેવી રીતે જનતા છેલ્લા 60 વર્ષની માનસિકતામાંથી બહાર આવી ગઇ અને આખરે કેવી રીતે પળેપળની ખબર લોકો સુધી પહોંચી રહી છે? આ તમામ સવાલોનો જવાબ ભારત સરકારની પાસે છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26ના રોજ શપથ લીધા બાદ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તેમના મંત્રિમંડળ સહિત પીએમઓ ઓફીસમાં કામ કરનારા તમામ કર્મચારીઓ અને ભાજપના કાર્યકર્તા તેમજ સભ્યો સોશિયલ નેટવર્કિંગનો પ્રયોગ કરશે. મોદીએ એ પણ જણાવ્યું હતું કે એવું કરવાથી ખૂબ જ સરળતાથી આટલા મોટા દેશમાં જન-જન સુધી પહોંચી શકાય છે. કોઇ પણ મંત્રી અથવા તો અધિકારી સોશિયલ નેટવર્કિંગ દ્વારા ભારત સરકાર સાથે જોડાયેલ લોકોને અવગણશે નહીં.

નરેન્દ્ર મોદીએ પોતાના નિર્દેશમાં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે એવું નહીં કરનારા લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ મુશ્કેલી માત્ર ભારત સરકાર દ્વારા જ નહીં પરંતુ સામાન્ય લોકો દ્વારા પણ મળી શકે છે. મોદી અનુસાર, સોશિયલ નેટવર્કિંગ દ્વારા લાખો-કરોડો લોકો જોડાયેલા છે. આ એ લોકો છે જે ઇચ્છે છે કે તેમની સમસ્યા સમયના અભાવમાં કોઇ પણ અધિકારી અથવા તો નેતા સોશિયલ નેટવર્કિંગ દ્વારા સાંભળો અને સંભવત: પૂરી પણ કરી દે.

narendra modi
ભારત સરકારનું અદભૂત સાર્થક પગલું
ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટથી માત્ર જોડાવું જ નથી, પરંતુ તેનું અધ્યયન પણ કરવું છે. આ અધ્યયન એવું હોવું જોઇએ કે યૂઝર્સને માલૂમ પડે કે તેમની સાથે સંકળાયેલા લોકો કેવા પ્રકારની આશા રાખી રહ્યા છે, અને શું ફેરફાર જોવા માગે છે. આ પ્રક્રિયા દ્વારા ખરેખર આ સ્થિતિને સમજાઇ શકાય છે, કે આખરે દેશની જનતાની કંઇ પ્રમુખ અપેક્ષાઓ ભારત સરકાર પાસે છે.

વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ટ્વિટ એકાઉન્ટ છે @narendramodi ના નામથી જેની પર 4.8 મિલિયન લોકો તેમની સાથે સંકળાયેલા છે. આની સાથે જ ભારત સરકારનું પણ એક ટ્વિટર એકાઉન્ટ છે. જેમાં 1.61 મિલિયન લોકો તેમને ફોલો કરી રહ્યા છે.

English summary
Social media, especially Twitter, is becoming the vehicle of information dissemination of the new government — beginning with prime minister Narendra Modi himself, who has two Twitter handles that are a constant source of information.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X