For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું જવાબદારીઓથી ભાગવા માટે કે ચંદ્રશેખર રાવે વિધાનસભાનો ભંગ કર્યો હતો?

શું જવાબદારીઓથી ભાગવા માટે KCRએ વિધાનસભાનો ભંગ કર્યો હતો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાજ્ય વિધાનસભા ચૂંટણીથી આઠ મહિના પહેલા જ વિધાનસભા ભંગ કરી દીધો. કેસીઆરે ભલે કોઈ ઉદ્દેશ્ય સાથે વિધાનસભા ભંગ કરી હોય, પરંતુ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સીએમ પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે અને લોકોને કરેલા વાયદાઓ પૂરા કરવામાં તેઓ નાકામ રહ્યા છે. કેસીઆર પર આરોપ છે કે એમણે માત્ર રાજ્યમાં જ કોંગ્રેસને પગપેસારો કરવાનો મોકો નથી આપ્યો પણ સાથોસાથ જનતા અને પાર્ટીને પણ દગો આપ્યો છે.

કેસીઆર જવાબદારીથી ભાગી રહ્યા છે

કેસીઆર જવાબદારીથી ભાગી રહ્યા છે

કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હવે યાદ અપાવી રહી છે કે કેવી રીતે કેસીઆરે વાયદા કર્યા હતા કે જો કોંગ્રેસ તેલંગણાના ગઠનની મંજૂરી આપે છે તો ટીઆરએસનો આનાથી વિલય કરવામાં આવશે, પરંતુ કેસીઆરે કોંગ્રેસની સાથે ટીઆરએસના વિલયના વિચારને પણ રદ કરી દીધો છે. હવે ચૂંટણી સમયે એ પણ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે 2014ની ચૂંટણીમાં કેસીઆરે દલિતને મુ્ખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા અને એલકેજીથી પીજી સુધી મફત શિક્ષા આપવાનો વાયદો કર્યો હતો, જે પૂરો ન થઈ શક્યો.

વાયદા પરીપૂર્ણ ન કર્યા

વાયદા પરીપૂર્ણ ન કર્યા

તેલંગણા સરકાર પર સવાલ ઉઠી હ્યા છે કે તેઓ માત્ર રાજ્યના પાણી અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં નાકામ જ નથી રહ્યા, બલકે રોજગાર પણ પેદા નથી કરી શક્યા. આ ઉપરાંત પોતાના પાડોસી રાજ્ય આંધ્રપ્રદેશ સાથે ચાલી રહેલા વિવાદને ખતમ કરવામાં પણ કેસીઆર નિષ્ફળ રહ્યા છે. પાણીની સમસ્યાને કારણે તેલંગણામાં કેટલાય પ્રોજેક્ટ્સ બંધ કરવા પડ્યા છે.

યોજના સરકાર પર જ ભારે પડી

યોજના સરકાર પર જ ભારે પડી

પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ રહેલ કેસીઆર સરકારે ખેડૂતોની સાથે સૌથી વધુ અન્યાય કર્યો છે. જ્યારે સરકારે ખેડૂતો માટે જે ઋતુ બંધુ યોજના બનાવી હતી, તે ખુદ પર જ બોજ બની ગઈ છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર પ્રત્યેક ખેડૂત માટે પ્રતિ સીઝન 4000 રૂપિયા પ્રતિ એકડનું રોકાણ પ્રદાન કરી રહી છે. સરકારે આ વચ્ચે રવી સત્રમાં 4000 રૂપિયા પ્રતિ એકરનું વિતરણ કરવાનું પ્રાવધાન છે. પરંતુ સરકારની આ ઋતુ બધુ યોજના તે નાના ખેડૂતો સુધી પહોંચી શકી નથી, જ્યાં હકિકતમાં પહોંચવા માગતી હતી. તેલંગણામાં 60થી 65 ટકા લેન્ડ ઑનર્સ ખેતી નથી કરતા. પરંતુ એમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશેપ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે

English summary
Telangana: How KCR dissolved Assembly running away from its responsibility and promises to the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X