• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે માસ્ક અને સેનિટાઈઝર વિના કોરોનાથી બચ્યું લક્ષ્યદ્વીપ

|

નવી દિલ્હીઃ ભારત સહિત ખી દુનિયા ભલે કોરોના વાયરસના લપેટામાં આવી ગયાં હોય, પરંતુ ભારતનું એક નાનુએવું સંઘ શાસિત લક્ષદ્વીપમાં આજસુધી જિંદગી સંપૂર્ણપણે સામાન્ય ચે. ના કોઈને કોરોના થયો કે કોઈપણ પ્રકારના પ્રતિબંધની જરૂર પણ નથી જણાઈ. ત્યાંના લોકોએ તો માસ્ક પહેરવાની પણ જરૂરત નથી અને સેનિટાઈઝરની પણ નથી. કોવિડ 19 સાથે જોડાયેલ મોટાભાગના પ્રતિબંધો લગાવવાની જરૂરત નથી પડી. સામાનય જનજીવન પહેલાની જેમ જ છે. લોકો મજાથી લગ્નમાં સામેલ થઈ રહ્યા છે અને લોકોની ભીડ પણ એકઠી થાય છે.

લક્ષદ્વીપમાં આજસુધી કોઈ કોરોના સંક્રમિત નથી

લક્ષદ્વીપમાં આજસુધી કોઈ કોરોના સંક્રમિત નથી

36 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ લક્ષદ્વીપમાં કોરોના વાયરસ ના હપોંચવાનું સૌથી મોટું કારણ છે અહીં આવવા માટે કેટલાક શખ્ત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપના લોકસભા સાંસદ પીપી મોહમ્મદ ફૈઝલ કહે છે કે, "લક્ષદ્વીપથી આજસુધી કોરોના વાયરસનો એકેય કેસ આવ્યો હોવાનું માલુમ નથી પડ્યું, કેમ કે અહીં અમે કેટલાક શ્રેષ્ઠ ઉપાયો અપનાવ્યા છે." આવું એટલા માટે શક્ય થઈ શક્યું કેમ કે, સામાન્ય માણસ હોય કે પછી અધિકારી કે જનપ્રતિનિધિ- બધાએ સખ્ત નિયમોનું પાલન કરવું પડ્યું છે. હજી દેશની મુખ્ય ભૂમિથી લક્ષદ્વીપ પહોંચવા માટે હેલિકોપ્ટર કે પછી જહાજથી માત્ર એક જ એન્ટ્રી પોઈન્ટ છે- કેરળનું કોચ્ચિ. માત્ર તેના લક્ષદ્વીપ આવવાની મંજૂરી મળે છે, જેનાથી કોચ્ચિમાં અનિવાર્ય રૂપે સાત દિવસનું ક્વોરેન્ટાઈન પૂરું કર્યું હોય અને જેનો કોવિડ રિપોર્ટ નેગેનિટવ હોય.

માસ્ક વિના ફરવાની આઝાદી

માસ્ક વિના ફરવાની આઝાદી

લક્ષદ્વીપ આજે પણ દેશનો એવો ભાગ છે, જ્યાં સ્કૂલ પણ ખુલી છે અને ક્લાસ પણ ચાલી રહ્યા છે. સાંસદ ફૈઝલે કહ્યું કે, 21 સપ્ટેમ્બર બાદથી પ્રધાનમંત્રીએ સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે.. અહીં બધું જ સામાન્ય છે. બધા જ પ્રકારના કાર્યક્રમો જેવા કે ધાર્મિક અને વિવાહ વગેરે પહેલાની જેમ જ થઈ રહ્યા છે. અહીં બધું જ સામાન્ય દિવસોની જેમ થઈ રહ્યું છે. અહીંના લોકો પર કોવિડ 19ના પ્રતિબંધો નથી લગાવાયા. કોઈ માસ્ક નથી, કોઈ સેનિટાઈઝર નથી, કેમ કે ગ્રીન એરિયા છે.દેશા સૌથી નાના સંઘ શાસિત પ્રદેશ લક્ષદ્વીપ 36 દ્વીપોનો એક સમૂહ છે. આ તમામ દ્વીપ કેરળના સમુદ્રી શહેર કોચ્ચિથી 220થી લઈને 440 કિમી દૂર સુધી ફેલાયેલ છે. 2011ની વસ્તીગણતરી મુજબ અહીંની વસ્તી 64000 હતી.

બધા માટે નિયમ સરખા

બધા માટે નિયમ સરખા

સ્થાનિક સાંસદ ફૈઝલ મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં જેવો જ દેશમાં પહેલો કેસ કેરળમાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું કે, સ્થાનિક પ્રશાસન તત્કાલિક અલર્ટ થઈ ગયું. પહેલી ચિંતા હતી કે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બંને પર્યટકો આવવાથી કેવી રીતે રોકી શકાય. માર્ચમાં જ પ્રવાસીઓનું લક્ષદ્વીપમાં આવવું બંધ કરી દેવાયું હતું. જે બાદ પ્રશાસને પણ તમામ દ્વીપો પર એનટ્રી માટે પરમિટ આપવાની બંધ કરી દીધી. કોચ્ચિથી માત્ર રાજધાની કરવત્તી જવા માટે જ મંજૂરી અપાવવા લાગી. આ એન્ટ્રી પરમિટથી દ્વીપની બહારના લોકોનું આવવું ઘણું નિયંત્રિત થઈ ગયું. લક્ષદ્વીપના જે લોકો દેશના બીજા ભાગો અથવા વિદેશોથી આવવા લાગ્યા તેમના માટે પણ પૂરી વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી. પહલા તો તેમણે ફરજીયાત પણ ેકોચ્ચિમાં ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઈન થવું પડતું હતું અને પછી જ્યારે લક્ષદ્વીપમાં પોતાના દ્વીપો પર પહોંચતા હતા ત્યારે ત્યાં પણ સાત દિવસ સુધી ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Flashback 2020: 28 વર્ષ બાદ ચૂંટણી હારનાર પહેલા પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

English summary
how lakshadweep survived the corona without masks and sanitizers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X