Maratha Reservation: સુપ્રીમ કોર્ટે પૂછ્યુ, છેવટે કેટલી પેઢી સુધી ચાલતુ રહેશે અનામત
મુંબઈઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મરાઠા કોટા મામલે સુનાવણી દરમિયાન કહ્યુ કે છેવટે નોકરીઓ અને શિક્ષણમાં કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે અનામતમાં 50 ટકાની મહત્તમ સીમાને હટાવવાની સ્થિતિમાં પેદા થતી અસમાનતા વિશે પણ ચિંતા વ્યક્ત કરી. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે આ મામલે મહારાષ્ટ્ર સરકાર તરફથી લડી રહેલ વકીલ મુકુલ રોહતગીએ સ્પષ્ટ રીતે કહ્યુ કે કોટાને ખતમ કરવાના મંડલના ચુકાદાને બદલેલી પરિસ્થિતિમાં ફરીથી જોવાની જરૂર છે.
વળી, મહારાષ્ટ્ર સરકારના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યુ કે બદલાયેલી પરિસ્થિતઓમાં અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવા જોઈએ અને મંડળ મામલા સાથે સંબંધિત ચુકાદો 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતો. તેમણે કહ્યુ કે કોટાની સીમા નક્કી કરવા પર મંડલ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બદલાયેલી પરિસ્થિતિઓમાં ફરીથી વિચાર કરવાની જરૂર છે. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે. ગુરુવારે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને મોટી અદાલતને કહ્યુ હતુ કે બંધારણમાં 102માં સુધારો રાજ્ય વિધાનસભાઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો(એસઈબીસી)ને નિર્ધારણ કરતા કાયદો બનાવવાથી વંચિત નથી કરતો અને તેના માટે લાભ આપે છે.
તમને જણાવી દઈએ કે બંધારણમાં 102માં સુધારો કરીને તેમાં અનુચ્છેદ 338બીને ઉમેરવામાં આવ્યુ હતુ જે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની સંરચના, કર્તવ્યો અને શક્તિઓ સાથે સંબંધિત છે. બુધવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મરાઠા સામાજિક અને રાજકીય રીતે ખૂબ જ પ્રબળ રહ્યા છે. ત્યાં સુધી કે મહારાષ્ટ્રમાં 40 ટકા સાંસદ અને ધારાસભ્યો આ સમાજના છે. તેમછતાં એ કહેવુ કે તે પાછળ રહી ગયા છે તે સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ છે. મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે પણ નબળા વર્ગના લોકો(EWS)ને 10 ટકા અનામત આપ્યુ છે જે અનામતની 50 ટકા સીમાનુ ઉલ્લંઘન કરે છે. આના પર પાંચ જજોની બેંચે કહ્યુ કે જો 50 ટકા સીમાનો કોઈ અર્થ નથી તો સમાનતાની શું અવધારણા રહી જશે. તેણે આગળ કહ્યુ કે આપણે આનાથી નિપટવુ પડશે. છેવટે કેટલી પેઢીઓ સુધી અનામત ચાલતુ રહેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પર મરાઠા અનામત લાગુ કરવા માટે રાજકીય દબાણ વધી રહ્યુ છે અને સરકાર વહેલી તકે આ મામલાનો ઉકેલ ઈચ્છે છે.
સરકારે જણાવ્યુ - કેમ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના