નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે અજીત જોગી
છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના અધ્યક્ષ અજીત જોગીનુ લાંબી બિમારી બાદ શુક્રવારે 74 વર્ષની વયે નિધન થઈ ગયુ. અટલ બિહારી વાજપેયીની સરકારે મધ્ય પ્રદેશથી અલગ કરીને જ્યારે છત્તીસગઢને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો તો અજીત જોગી રાજ્યના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. અજીત જોગીના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકનુ એલાન કર્યુ છે. અજીત જોગીના દીકરી અમિત જોગીએ પોતાના પિતાના નિધન પર ટ્વિટ કરીને લખ્યુ કે વેદનાની આ ઘડીમાં હું નિશબ્દ છુ. આવો જાણીએ કે પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી કેટલી સંપત્તિના માલિક હતા.

આટલા કરોડની સંપત્તિના માલિક હતા અજીત જોગી
ચૂંટણી પંચને 2018ના છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી માહિતી અનુસાર, અજીત જોગી લગભગ 8 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. અજીત જોગી પાસે માત્ર એક સ્કૉર્પિયા ગાડી અને તેમના નામ પર એક ટેમ્પો ટ્રાવેલર હતી જેની કુલ કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે 19 લાખ રૂપિયાની જ્વેલરી હતી. અજીત જોગી પાસે 1 કરોડ 78 લાખ રૂપિયાની જ્વેલરી હતી. અજીત જોગી પાસે એક કરોડ 78 લાખ રૂપિયાની કૃષિ ભૂમિ અને લગભગ 2 કરોડ રૂપિયાની બિન-ખેતીલાયક જમીન હતી. પૈતૃક ગામ ગોરેલા અને રાયપુરમાં તેમના ઘર છે જેમની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે.

17 દિવસથી કોમામાં હતા અજીત જોગી
તમને જણાવી દઈએ કે લગભગ 20 દિવસ પહેલા કાર્ડિયાક અરેસ્ટ બાદ અજીત જોગીને રાયપુરની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તે છેલ્લા 17 દિવસોથી કોમામાં હતા. અજીત જોગીના કરિયરની શરૂઆત સીધી રાજનીતિથી નહોતી થઈ અને તેમણે એન્જિનિયરીંગમાં ટૉપ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે એન્જિનિયર, આઈપીએસ, આઈએએસ થઈને છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી સુધીની સફર કરી. વર્ષ 1984માં જ્યારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી બન્યા તો થોડા દિવસ બાદ અજીત જોગી સાથે તેમની મુલાકાત થઈ અને આ પહેલી મુલાકાતમાં જ રાજીવ ગાંધીએ તેેમને રાજનીતિમાં લાવવાનો નિર્ણય કરી લીધો.

એક ડીએમ બની ગયા દેશની સૌથી મોટી પાર્ટીના સાંસદ
અજીત જોગીએ ખુદ એક ઈન્ટરવ્યુ દરમિાયન આ અંગે ખુલાસો કર્યો હતો કે વર્ષ 1985માં તે ઈન્દોરના ડીએમ હતા. એક દિવસ જ્યારે તે ઑફિસથી ઘરે પાછા આવ્યા તો તેમને ખબર પડી કે તેમના માટે સીધા દિલ્લીમાં પીએમઓથી ફોન આવ્યો હતો. અજીત જોગીએ પાછો ફોન કર્યો તો તેમણે જણાવવામાં આવ્યુ કે કોંગ્રેસ તેમને પાર્ટીની ટિકિટ પર રાજ્યસભામાં મોકલવા ઈચ્છે છે. અજીતે ફોન મૂકી દીધો અને ઘણો વિચાર કર્યા બાદ નિર્ણય કર્યો કે તે હવે રાજકારણની દુનિયામાં પગલુ મૂકશે. ફોન પર ફરીથી વાત થઈ તો ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ તેમને લેવા માટે ઈન્દોર પહોંચી ગયા. અને આ રીતે એક ડીએમ દેશની સૌથી મોટી પાર્ટીના સાંસદ બની ગયા.

આ ઘડીમાં નિશબ્દ છુ
અજીત જોગીના નિધન બાદ છત્તીસગઢમાં તેમના સમર્થકો ઉદાસ થઈ ગયા છે. અજીત જોગીના દીકરા અમિત જોગીએ ટ્વિટ કરીને લખ્યુ, 20 વર્ષીય યુવા છત્તીસગઢ રાજ્યના માથેથી આજે પિતાની છાયા જતી રહી. માત્ર હું જ નહિ પરંતુ છત્તીસગઢે નેતા નહિ પોતાના પિતા ગુમાવ્યા છે. માનનીય અજીત જોગીજી અઢી કરોડ લોકોના પોતાના પરિવારને છોડીને, ઈશ્વર પાસે જતા રહ્યા. ગામ-ગરીબનો સહારો, છત્તીસગઢના દુલારા, આપણાથી બહુ દૂર જતા રહ્યા. વેદનાની આ ઘડીમાં હું નિઃશબ્દ છુ. પરમપિતા પરમેશ્વર માનનીય અજીત જોગીજીની આત્માને શાંતિ અને આપણને સૌને શક્તિ આપે.

પીએમ મોદીએ કહ્યુ,જનસેવા માટે સમર્પિત હતા જોગી
અજીત જોગીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, શ્રી અજીત જોગી જનસેવા માટે સમર્પિત હતા. જનસેવાના આ સમર્પણ માટે તેમણે એક અધિકારી અને નેતા તરીકે ખૂબ મહેનત કરી. તે ગરીબો, ખાસ કરીને આદિવાસી સમુદાયોના જીવનમાં એક પૉઝિટીવ બદલાવ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા. તેમના નિધનથી ઘણો દુઃખી છુ અને તેમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદન પ્રગટ કરુ છુ.
બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ દેશના નામ લખ્યો પત્ર