રામ મંદિર બનાવવામાં કેટલો ખર્ચ થશે? ક્યાં સુધીમાં બનશે? જાણો
દેશના સૌથી ચર્ચિત કેસોમાંના એક અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીનનો માલિકી હક રામલલ્લા વિરાજમાનને આપવાનો ચુકાદો સંભળાવ્યો. આ ઉપરાંત કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કેન્દ્ર સરકાર ત્રણ મહિનાની અંદર નિર્માણ માટે યોજના તૈયાર કરશે. આના માટે બોર્ડ ઑફ ટ્રસ્ટની રચના કરવામાં આવશે. વળી, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ ચર્ચા તેજ થઈ ગઈ છે કે અયોધ્યામાં બનનાર રામ મંદિરનુ સ્વરૂપ કેવુ હશે અને એ કેટલા સમયમાં બનીને તૈયાર થઈ જશે. સાથે આના પર કેટલો ખર્ચ આવશે. તમને જણાવી દઈએ કે વિશ્વ હિંદુ પરિષદે 30 વર્ષ પહેલા ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરા પાસે રામ મંદિરનુ મોડલ બનાવડાવ્યુ હતુ.

ચંદ્રકાંતભાઈએ તૈયાર કર્યુ છે મૉડલ
મીડિયા રિપોર્ટસ મુજબ ચંદ્રકાંતભાઈએ અયોધ્યામાં બનનાર રામ મંદિરની ડિઝાઈનનો ખુલાસો કર્યો. આ મંદિર નાગર શૈલીમાં બનેલ અષ્ટ કોણીય હશે. આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. ચંદ્રકાંતભાઈએ જણાવ્યુ કે રામ મંદિરની ડિઝાઈન ખૂબ જ ખાસ છે. આ મંદિરની પરિક્રમા વૃત્તાકાર હશે જ્યારે ગર્ભગૃહ અષ્ટકોણીય હશે. વળી, બે માળના મંદિરમાં ભૂતળ પર મંદિર અને ઉપર રામ દરબાર હશે.

અઢી-ત્રણ વર્ષમાં બની જશે રામ મંદિર
સાથે જ તેના થાંભલા પર દેવી-દેવતાઓની આકૃતિઓ કંડારવામાં આવશે. મંદિર પરિસરમાં સંત નિવાસ, શોધ કેન્દ્ર, કર્મચારીઓના આવાસ, ભોજનાલય વગેરે હશે. આ મંદિરની લંબાઈ 270 મીટર અને પહોળાઈ140 મીટર હશે. મંદિર 125 મીટર ઉચુ હશે. આ મંદિરમાં જવા માટે પાંચ દરવાજા હશે. મંદિરમાં સિંહ દ્વાર, રંગ મંડપ, કોલી, ગર્ભગૃહ હશે. ખાસ વાત છે કે આ મંદિરના નિર્માણ માટે લોખંડનો ઉપયોગ કરવામાં નહિ આવે. આની પાછળનુ તર્ક એ છે કે કાટ લાગ્યા બાદ લોખંડ પત્થરોને નબળા પાડી દે છે.
આ પણ વાંચોઃ લગ્ન બાદ મહિલાઓનો સેક્સ પ્રત્યે ઉત્સાહ ખતમ થવા લાગે છેઃ સર્વે

મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિ કરવામાં આવે
આ મંદિરની લાદીમાં સંગેમરમર લગાવવામાં આવશે. આ મંદિર 221 પિલર પર ઉભુ હશે. મંદિરમાં અવરજવર માટે 24 દ્વાર બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે મંદિર નિર્માણમાં અઢી વર્ષથઈ ત્રણ વર્ષ સુધીને સમય લાગી શકે છે. મંદિર માટે ભરતપુરથી પત્થર લાવવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદે ભારતીય શિલ્પ શાસ્ત્રના હિસાબથી આ મંદિરનુ નિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો છે. અષ્ટકોણીય ગર્ભગૃહ હોવાના કારણે તે અન્ય મંદિરોથી ઘણુ લગ હશે.

40થી 50 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે
ચંદ્રકાંતભાઈ દ્વારા બનાવવામાં આવેલ મૉડેલને અયોધ્યાના કાર સેવક પુરમમાં રાખવામાં આવ્યુ છે. આ સ્થાન વિશ્વ હિંદુ પરિષદનુ મુખ્યાલય છે. જણાવવામાં આવ્યુ છે કે મંદિર બનાવવા માટે પત્થરોનુ નક્શીકામ 50 ટકા પૂરુ થઈ ચૂક્યુ છે. મંદિર નિર્માણ સાથે બાકીના પત્થરોનુ નક્શીકામ ચાલુ રહેશે. મંદિરની પ્લિંથમાં ગ્રેનાઈટ પત્થર લાગશે. આ મંદિરના નિર્માણ પર 40થી 50 કરોડનો ખર્ચ આવશે. સરયુ નદી પાસે બનાર આ મંદિરનો પાયો તૈયાર કરવામાં લગભગ 8 મહિનાનો સમય લાગશે. ત્યારબાદ પત્થરોને લગાવવાનુ કામ શરૂ કરવામાં આવશે. જણાવવામાં આવે છે કે જો 2000 કરીગર રોજના 10-10 કલાક કામ કરે તો મંદિર અઢી વર્ષથી ત્રણ વર્ષમાં પૂરુ બની જશે.