Election results: ચૂંટણી પંચની વેબસાઈટ પર આ રીતે ચેક કરો વિધાનસભા ચૂંટણીના પરિણામો, જાણો દરેક અપડેટ
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ આજે આવવાના છે. આ બધા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ઑનલાઈન ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ results.eci.gov.in અને પંચના મોબાઈલ એપ પર પણ જોઈ શકાય છે. ભારતીય ચૂંટણી પંચ(ઈસીઆઈ)ની વેબસાઈટ પર તમે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામ વિશે ચોવીસ કલાક અપડેટ જોઈ શકો છો.
ભારત ચૂંટણી પંચ(ઈસીઆઈ)એ ગુરુવારે(10 માર્ચે) સવારે 8.00 વાગ્યાથી પોતાની વેબસાઈટ અને એપ પર પરિણામના વલણ જાહેર કરવાનુ શરુ કરી દીધુ છે. જે લોકો દર કલાકે અથવા પળેપળની અપડેટમાં રસ ધરાવતા હોય તે ઈસીઆઈની સાઈટ અને એપનો ઉપયોગ કરીને તેને સરળતાથી ટ્રેક કરી શકે છે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર વિધાનસભા ચૂંટણીના પરિણામો જોવા માટે આ સ્ટેપને કરો ફોલો
1. સૌથી પહેલા ભારતીય ચૂંટણી પંચ(ઈસીઆઈ)ની અધિકૃત વેબસાઈટ results.eci.gov.in પર જાવ.
2. હોમ પેજ પર, એ લિંક પર ક્લિક કરો, જેમાં લખ્યુ છે, 'GENERAL ELECTIONS TO ASSEMBLY CONSTITUENCY MARCH-2022'
3. આના પર ક્લિક કરતા જ એક નવી વિંડો દેખાશે.
4. હવે આ નવી વિંડોમાં તમને બધા રાજ્યોમાં ચૂંટણી પરિણામ મળી જશે. તમને જે પણ રાજ્યના પરિણામ જોયા છે, તેણે ત્યાં સબમિટ કરવાનુ રહેશે.
5. વેબસાઈટ પર હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તમે ચૂંટણી પરિણામ જોઈ શકો છો.
કેવી રીતે જોશો ECI એપ પર ચૂંટણી પરિણામ
ચૂંટણી પંચ એપ પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર ચૂંટણી પરિણામોની તપાસ આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક.
1. ECIની વોટર હેલ્પલાઈન એપ Android અને ios બંને પ્લેટફૉર્મ પર Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.
2. Google Play Store કે Apple એપ સ્ટોર પર જાવ અને વોટર હેલ્પલાઈન એપને ડાઉનલોડ કરો.
3. રજીસ્ટ્રેશન માટે વિવરણ ભરો.
4. તમે તેને છોડી શકો છો અથવા એપ પર રજિસ્ટ્રેશન કરી શકો છો.
5. ડિટેલ ફીલ થઈ ગયા પછી 'વિધાનસભા ચૂંટણી 2022'ના પરિણામ શોધવા માટે હોમપેજ પર રિઝલ્ટ વિકલ્પ પર જાવ.