• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક અમેરિકી જનરલે વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ માટે કેવી રીતે કર્યુ પાક પર દબાણ

|

એક માર્ચના રોજ ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પાકિસ્તાને સકુશળ પાછા મોકલી દીધા. 27 માર્ચે જમ્મુ કાશ્મીરમાં થયેલી ડૉગ ફાઈટમાં વિંગ કમાંડર અભિનંદને મિગ-21થી પાકિસ્તાન એરફોર્સ (પીએએફ)ના એફ-16ને તોડી પાડ્યુ હતુ. તેમનું મિગ પણ ક્રેશ થયુ અને તે પાકિસ્તાનમાં જઈને પડ્યા. પાક સેનાએ તેમને પકડી લીધા. ત્યારબાદ દિલ્લીમાં તેમને પાછા લાવવાની કવાયતો શરૂ થઈ. ઈંગ્લિશ ડેઈલી ઈકોનિક ટાઈમ્સના સમાચાર મુજબ વિંગ કમાંડર અભિનંદનની મુક્તિમાં અમેરિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકી જનરલ જોસેફ વોટેલ સતત પાકિસ્તાનના સંપર્કમાં હતા અને તેમણે જ પાકને ઝાટક્યુ હતુ કે ઈન્ડિયન એરફોર્સના પાયલટને વહેલામાં વહેલી તકે સુરક્ષિત પાછા મોકલવામાં આવે.

માત્ર અભિનંદનને પાછા મોકલવાથી જ શાંત થશે ભારત

માત્ર અભિનંદનને પાછા મોકલવાથી જ શાંત થશે ભારત

27 ફેબ્રુઆરીના રોજ જેવા વિંગ કમાંડર અભિનંદનની પાકિસ્તાનની સેનાના કબ્જામાં હોવાના સમાચાર આવ્યા કે દિલ્લીથી લઈને વૉશિંગ્ટન સુધી મશીનરી સક્રિય થઈ ગઈ હતી. અમેરિકા તરફથી પાકિસ્તાન પર મિલટ્રી ઑફિસર્સ દ્વારા સતત દબાણ કરવામાં આવ્યુ હતુ કે માત્ર અભિનંદનને પાછા મોકલ્યા બાદ જ ભારત શાંત થશે અને તણાવ ઓછો થઈ શકશે. ઈકોનૉમિક ટાઈમ્સે જણાવ્યુ કે યુએસના સેંટકૉમ કમાંડર જનરલ જોસેફ વોટેલે પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે ફોન પર વાત કરી. જનરલ વોટેલે તેમને વિંગ કમાંડરને વહેલી તકે છોડવા માટે પ્રોત્સાહિત કર્યા.

બ્રિટનની પણ મદદ લેવામાં આવી

બ્રિટનની પણ મદદ લેવામાં આવી

જનરલ જોસેફ જે કમાંડના પ્રમુખ છે તેના પર અફઘાનિસ્તાનાં ઑપરેશનની જવાબદારી છે. પાકિસ્તાન સતત તાલિબાનને ટેબલટોક માટે લાવવાની કોશિશો કરી રહ્યુ છે. સેંટકૉમ કમાંડર, અમેરિકા સાથે વાતચીત હેતુ પાકિસ્તાન આર્મી ચીફનો એકમાત્ર સ્ત્રોત છે. અમેરિકા તરફથી મોટાભાગની વાતચીત જનરલ વોટેલ જ કરી રહ્યા હતા અને તેમની સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટન પણ શામેલ હતા. બોલ્ટન સતત ભારતના એનએસએ અજિત ડોભાલ સાથે સંપર્કમાં હતા. જો કે બોલ્ટને પાકિસ્તાનન ડીલ કરવાની સંપૂર્ણ જવાબદારી જનરલ વોટેલ પર નાખી હતી. અમેરિકાએ બ્રિટન દ્વારા પોતાનો સંદેશ પાકિસ્તાન સુધી મોકલાવ્યો. બ્રિટનનો પાકિસ્તાનની સેના પર ખાસો પ્રભાવ છે.

ટૂંક સમયમાં અભિનંદનને સ્વદેશ મોકલવામાં આવે

ટૂંક સમયમાં અભિનંદનને સ્વદેશ મોકલવામાં આવે

અમેરિકા તરફથી જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ જનરલ જોસેફ ડ્યુફોર્ડે પણ પાકિસ્તાનમાં પોતાની સમકક્ષ જનરલ જુબેર મહમુદ હયાત સાથે વાત કરી હતી. જનરલ જોસેફે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે ભારતની કાઉન્ટર ટેરરિઝન સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને જે પ્રતિક્રિયા આપી છે અમેરિકા તેને તણાવ વધારવા માટે કરવામાં આવેલી કાર્યવાહી માને છે. આ તરફ જનરલ વોટેલના સંદેશને સતત ઘણી ચેનલ્સ દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવી રહ્યો હતો. પાકને સતત કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને દરેક સ્થિતિમાં વિલંબ કર્યા વિના વિંગ કમાંડર અભિનંદનને સ્વદેશ મોકલવો પડશે. પરંતુ પાકિસ્તાનમાં અમુક લોકો અભિનંદનને સ્વદેશ મોકલવાના પક્ષમાં નહોતા. પાક સિસ્ટમમાં અમુક લોકો અભિનંદનની કેદને એક ઈનામ તરીકે જોઈ રહ્યા હતા.

કોઈ પણ પ્રકારની ડીલ માટે નહિ થાય અભિનંદનનો ઉપયોગ

કોઈ પણ પ્રકારની ડીલ માટે નહિ થાય અભિનંદનનો ઉપયોગ

અમેરિકાએ પાકને એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે વિંગ કમાંડર અભિનંદનને કોઈ પણ સ્થિતિમાં સોદાબાજી માટે ઉપયોગ કરવામાં નહિ આવે. ભારત તરફથી પાકને સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો કે અભિનંદનની મુક્તિ માટે કોઈ પણ પ્રકારની ડીલ નહિ થાય. તે ઉપરાંત ભારતે પોતાની સેનાઓને પણ આગળ વધારી દીધી હતી. વળી, અમેરિકાને સ્પષ્ટ કરી દીધુ હતુ કે વિંગ કમાંડર અભિનંદન સાથે સમ્માનિત વ્યવહાર થવો જોઈએ. આ દરમિયાન પાક પીએમ ઈમરાન ખાને અભિનંદનને સ્વદેશ મોકલવાનું એલાન કરીને અમેરિકાની વાત માનવાનો ઈશારો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ રામજન્મભૂમિ વિવાદમાં મધ્યસ્થી માટે વિશેષ વિમાનથી અયોધ્યા પહોંચશે ટીમ

English summary
How US played key role in release of Wing Commander Abhinandan Varthaman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more