પોતાના પતિને દેહ વ્યાપારમાં ધકેલવા પત્નીએ વટાવી હદ!
ઇંદોર, 4 માર્ચ: મધ્ય પ્રદેશમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આપના હોશ ઊડી જશે. જબલપુર હાઇકોર્ટે સોમવારે પત્ની પીડિત એક પતિના હકમાં ચૂકાદો આપતા પત્ની પર ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરવાના આદેશ આપી દીધા છે. આ મામલો મંદસૌર-નીમચ રોડ પર વસવાટ કરનાર બાછડા જાતિ સમુદાયનો છે. જ્યાં એક પત્ની પોતાના પતિને દેહ વ્યાપારમાં ધકેલવા માટે મજબૂર કરી રહી હતી. પતિએ માત્ર આ કૃત્યને કરવાનો ઇનકાર કરી દીધો, અને પત્નીની વિરુદ્ધ કોર્ટમાં પણ ગયો. જ્યાં લાંબી કાનૂની લડાઇ બાદ કોર્ટે પતિના પક્ષમાં ચૂકાદો આપ્યો.
પત્ની અને સાળાએ મળીને બનાવી યોજના
ઇંદોરના રહેનારા નવનીત જોશીના વિવાહ ઇસ 2007માં નીમચની રહેનારી મમતાની સાથે થયું. લગ્નના થોડા દિવસ બાદ મમતા, નવનીતને મંદસૌર લઇ ગઇ. પરંતુ થોડા દિવસ બાદ જ પતિ પત્નીમાં વિવાદ થવા લાગ્યા. વિવાદ એ વાતનો હતો કે નવનીત દેહ વ્યાપારનો દલાલ બની જાય. પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરતો મમતાનો ભાઇ ગોપાલ પણ નવનીત પર મંદસૌર-નીમચ રોડ પર બાછડા જાતિ દ્વારા કરવામાં આવતા દેહ વ્યાપારમાં સામેલ થવાનું દબાણ કરી રહ્યો હતો. જોકે આ કૃત્ય કરવાનો ઇનકાર કરી દેતા મમતા અને તેના ભાઇ નવનીત પર માનસિક અને શારિરીક ત્રાસ વર્તાવતા હતા.
ભાઇ બહેને મળીને નવનીતને નશીલી દવાઓ આપીને તેને માનસિક રીતે બીમાર કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ નવનીતે હાર માની નહીં અને ઇંદોરમાં રહેનાર પોતાની માતા પૂજાવતીને સંપૂર્ણ આપવીતી કહી સંભળાવી. પુત્રને ન્યાય અપાવવા પૂજાવતીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા, અને બંને આરોપીઓની વિરુદ્ધ હિંસાનો કેસ દાખલ કર્યો. કોર્ટે મહિલા અને બાલ વિકાસ વિભાગને તપાસના આદેશ આપ્યા.
ઘરેલુ હિંસાનો મામલો નોંધવાના આદેશ
વિભાગની તપાસમાં સામે આવ્યું કે નવનીતને ખૂબ જ સમયથી તેની પત્ની દ્વારા ત્રાસ વર્તાવવામાં આવી રહ્યો હતો અને પત્ની અને તેનો સાળો લાંબા સમયથી દેહ વ્યાપારમાં ઝંપલાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો હતો. ઘટના સત્ય સાબિત થતા કોર્ટે મમતા અને ગોપાલને આરોપી બનાવી તેમની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો મામલો નોંધવાના આદેશ આપ્યા. હવે આ મામલાની સુનાવણી 16 એપ્રિલના રોજ થવાની છે.