For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો નંદીગ્રામ સીટ પર હાર્યાં મમતા બેનરજી તો કેવી રીતે બનશે સીએમ, જાણો શું છે નિયમ

જો નંદીગ્રામ સીટ પર હાર્યાં મમતા બેનરજી તો કેવી રીતે બનશે સીએમ, જાણો શું છે નિયમ

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળની ચૂંટણીલક્ષી રણ હવે શાંત થઈ ગયો છે. વિધાનસભા પરિણામ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પક્ષમાં છે. એવામાં ફરી એકવાર બંગાળમાં મમતાએ 'ખેલા' કરી લીધો છે, જે બાદ એકવાર ફરી ટીએમસીની સરકાર બહુમતથી સત્તામાં આવી ગઈ છે અને ફરીથી જીતની હેટ્રિક લગાવી દીધી છે, પરંતુ બંગાળની જીતની બની રહેલી ખીરમાં એ સમયે મીઠું પડી ગયું, જ્યારે હાઈવોલ્ટેજ સીટ નંદીગ્રામથી મમતા બેનરજીની હારના સમાચાર આવ્યા, જો કે ટીએમસી મુજબ હજી મતગણતરી ચાલી રહી છે. નંદીગ્રામની મતગણતરી પ્રક્રિયા પૂરી નથી થઈ. આમ તો અગાઉ અહેવાલ હતા કે દીદી 1657 વોટથી સુવેંદુ અધિકારી સામે હારી ગયાં છે. પરંતુ જો મમતા બેનરજી ચૂંટણી હારી જાય તો કેવી રીતે સીએમ બનશે તે પણ એક સવાલ છે.

mamata banerjee

એવામાં મોટાભાગના લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે જો મમતા બેનરજી ચૂંટણી હારી જાય છે તો તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનશે? જી હાં, નંદીગ્રામમાં મમતા બેનરજીની હાર બાદ લોકો ગૂગલ પર આ સવાલ સર્ચ કરી રહ્યા છે. મમતા બેનરજીએ હાર સ્વીકાર કરી લીધી છે અને તેઓ આકરા મુકાબલામાં સુવેંદુ અધિકારી સામે 1957 વોટથી હારી ગયાં. તેમણે આરોપ લગાવ્યો કે તેમને પહેલાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં હતાં અને બાદમાં દબાણમાં ચૂંટણી પંચે ફેસલો પલટી દીધો. તેઓ ચૂંટણી પંચ સામે કોર્ટ જશે.

ચૂંટણી હાર્યાં તો કેવી રીતે બનશે સીએમ?

આમ તો સીએમ બનવા માટે વિધાનસભા અથવા વિધાન પરિષદ (જે રાજ્યોમાં બે પરિષદ હોય)ના સભ્ય હોવા જરૂરી છે. જો સભ્ય ના હોય તો શપથ લીધાના છ મહિનામાં સભ્ય બનવા જરૂરી હોય છે. નિયમ મુજબ ધારાસભ્ય ના હોય તે વ્યક્તિ પણ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. પરંતુ તે પછીના 6 મહિનામાં વિધાનસભા ચૂંટણી જીતવી પડે છે. જો આવું ના કરી શકે તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડે છે.

ધારાસભ્ય બનતા પહેલાં આ નેતા બન્યા હતા મુખ્યમંત્રી

  • ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર)
  • લાલૂ પ્રસાદ યાદવ (બિહાર)
  • યોગી આદિત્યનાથ (યૂપી)
  • નીતિશ કુમાર (બિહાર)
  • રાબડી દેવી (બિહાર)
  • કમલનાથ (એમપી)
  • તીરથ સિંહ રાવત (ઉત્તરાખંડ)
  • નરેન્દ્ર મોદી (ગુજરાત)
English summary
How will Mamata Banerjee become CM if she loses Nandigram seat, know rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X