• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે અખિલેશ યાદવ સાથે નહિ પરંતુ પોતાના જ નેતાઓ સાથે છે યોગી આદિત્યનાથનો મુકાબલો

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભરોસો છે કે એક વાર ફરીથી રાજ્યમાં ભાજપને જીત મળશે. યોગી આદિત્યનાથે ઘણી વાર ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે ભાજપ યુપીમાં 300થી વધુ સીટો પર જીત મેળવવા જઈ રહી છે અને અખિલેશ યાદવને વિદેશ ભાગવુ પડશે. યુપીની ચૂંટણીમાં યોગી આદિત્યનાથે ઘણા એવા નિવેદન આપ્યા જેના કારણે તેમની ટીકા થઈ. 80 સામે 20 એ નિવેદનોમાંનુ એક રહ્યુ. રાજકીય ગલીઓની વાત કરીએ તો યોગી આદિત્યનાથ માટે સૌથી મોટો પડકાર અખિલેશ યાદવ છે પરંતુ જે રીતના નિવેદન યોગી આદિત્યનાથે આપ્યા છે ત્યારબાદ અન્ય ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નેતા તેમના પદ ચિહ્નો પર ચાલવાની કોશિશ કરી રહ્યા છે.

યોગીની રાહ પર ભાજપ શાસિત રાજ્યોના નેતા

યોગીની રાહ પર ભાજપ શાસિત રાજ્યોના નેતા

ભાજપ શાસિત અન્ય રાજ્યોની વાત કરીએ તો આસામ, મધ્ય પ્રદેશ, કર્ણાટક એવા ઉદાહરણ છે જ્યાંના મુખ્યમંત્રી પહેલા આ રીતના કટ્ટર નિવેદનો નહોતા આપતા અને ના હિંદુત્વને લઈને આ રીતની વાત કરતા હતા. પરંતુ હવે જે રીતે યોગી આદિત્યનાથે પોતાના નિવેદનો આપ્યા છે ત્યારબાદ આ નેતા પણ યોગી આદિત્યનાથના રસ્તે ચાલતા દેખાઈ રહ્યા છે. એવામાં યોગી આદિત્યનાથ સામે મહત્વનો પડકાર છે કે જે રીતે આ નેતા હવે કડક અને કટ્ટર વલણ અપનાવી રહ્યા છે. શું આ દરમિયાન યોગી આદિત્યનાથ ખુદને આનાથી અલગ રાખવામાં સફળ થશે.

હિમંત બિસ્વ શર્માને હવે નથી જોઈતા આમના વોટ

હિમંત બિસ્વ શર્માને હવે નથી જોઈતા આમના વોટ

2014માં હિમંત બિસ્વ શર્મા કોંગ્રેસમાં હતા અને તેમણે પીએમ મોદીને આતંકવાદી સુધી કહી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે અમે હિંદુ-મુસ્લિમ નથી કરતા. તેમણે ગુજરાતના 2002ના હુલ્લડના પરિપ્રેક્ષ્યમાં આ નિવેદન આપ્યુ હતુ. પરંતુ 2021 આવવા સુધી હિમંસ બિસ્વા શર્માના તેવર એકદમ બદલાઈ ગયા છે. હવે એ કહે છે કે ભારત હિંદુઓનો અને ભાજપનો છે. એટલુ જ નહિ 2015માં તેમણે એ કહી દીધુ હતુ કે તેમને મિયાના વોટ નથી જોઈતા.

શિવરાજ સિંહના બદલાયા તેવર

શિવરાજ સિંહના બદલાયા તેવર

વળી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વાત કરીએ તો તે પોતાના સરળ સ્વભાવ અને સંતુલિત નિવેદનબાજી માટે જાણીતા છે. મધ્ય પ્રદેશ કેથોલિક ચર્ચ અસોસિએશનના જન સૂચના અધિકારી ફાદર મારિયા સ્ટીફન કહે છ કે તે પહેલા દરેક ક્રિસમસ પર આવતા હતા, અમે અભિનંદન આપતા હતા પરંતુ આ વખતના શાસનકાળમાં તે નથી આવ્યા. સ્ટીફનનુ કહેવુ છે કે જે રીતે મધ્ય પ્રદેશમાં ગિરિજાઘરો પર હુમલા થયા છે, તેને આનુ એક મોટુ કારણ માનવામાં આવી શકે છે. પહેલા તેમણે ઈદ પર જાળીદાર ટોપી પહેરવા અને ઈફ્તારમાં જવામાં કોઈ મુશ્કેલી નહોતી. આ જ કારણ છે કે 16 ટકા મુસલમાનોએ ભાજપને 2018માં વોટ આપ્યો. પરંતુ 2020માં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે જે લોકો લવ જિહાદ કરી રહ્યા છે તે બરબાદ થઈ જશે.

યેદિયુરપ્પાનો બદલાયો ટ્રેક

યેદિયુરપ્પાનો બદલાયો ટ્રેક

કંઈક આ રીતે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ પોતાના સૂર બદલ્યા છે. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા કહે છે કે 2012માં યેદિયુરપ્પાએ સાર્વજનિક રીતે ટીપુ સુલતાનની જયંતિને મનાવી હતી અને ટીપુ સુલતાનની ટોપી પણ પહેરી હતી. હાથમાં તલવાર પણ ઉઠાવી હતી પરંતુ 2019માં તેમણે આ કાર્યક્રમને રદ કરી દીધો અને કહ્યુ કે હવે આગળના વર્ષમાં તે બધા પુસ્તકોમાંથી એ મુસ્લિમ શાસકોના નામ હટાવી દેશે જેમણે અંગ્રેજો સામે લડાઈ લડી. સિદ્ધારમૈયાએ એંટી સીએએ પ્રદર્શન દરમિયાન પોલિસની ગોળીથી માર્યા ગયેલા મુસ્લિમ પ્રદર્શનકારીઓના પરિવારજનોને વળતર આપવાનુ એલાન કર્યુ હતુ પરંતુ દિલ્લીથી નિર્દેશ બાદ તેને રદ કરવામાં આવ્યુ હતુ. એટલુ જ નહિ બાદમાં બજરંગદળના એક્ટિવિસ્ટ જેમની શિવમોગામાં હત્યા કરી દેવામાં આવી અને તેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા હતા તેના પરિવારજનોને 25 લાખ રુપિયાનુ વળતર આપવામાં આવ્યુ, તેનુ મહત્વનુ કારણ હતુ તેને મુસ્લિમ હુમલાખોરોએ માર્યા હતા.

English summary
How Yogi Adityanath is getting more competition from his own party leader than Akhilesh Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X