‘અબકી બાર, ટ્રમ્પ સરકાર'ના નારા પર ભડકી કોંગ્રેસ, પીએમ મોદી પર સાધ્યુ નિશાન
અમેરિકાના ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેર રવિવારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મેગા શોનુ સાક્ષી બન્યુ. બંને દિગ્ગજોએ કાલે રાતે અહાં 50,000 લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હ્યુસ્ટન અને અમેરિકાના લોકોનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યુ કે ભારતમાં ઘણુ બધુ થઈ રહ્યુ છે અને ઘણુ બધુ બદલાઈ રહ્યુ છે, અમે ઘણા પડકારોનો સામનો કરવા અને તેને ખતમ કરવાનુ પ્રણ લીધુ છે.

‘અબકી બાર, ટ્રમ્પ સરકાર'
પીએમે પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના લોકપ્રિય નારા ‘અબકી બાર, મોદી સરકાર'ની જેમ ‘અબકી બાર ટ્રમ્પ સરકાર' કહ્યુ, જેના પર કોંગ્રેસને મરચુ લાગી ગયુ.
|
ભડકેલી કોંગ્રેસે સાધ્યુ પીએમ મોદી પર નિશાન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે તમે અમેરિકામાં અમારા પ્રધાનમંત્રી છો, ચૂંટણી પ્રચારક નહિ, સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે આપણા સંબંધ દ્વિદળીય અને ડેમોક્રેટ છે. ટ્રમ્પ માટે પીએમ મોદીનું ચૂંટણી અભિયાન ભારત અને અમેરિકા બંને રાષ્ટ્રના લોકતંત્રનુ ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે મોદીના સંબોધન બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોદી અને ઈન્ડિયાની પ્રશંસા કરી. અમેરિકી રાષ્ટ્રપતિએ પાકિસ્તાનનુ નામ લીધા વિના તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યુ કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યારે ટ્રમ્પે આ વાત કહી એ સમયે પીએમ મોદી સહિત સ્ટેડિયમમાં હાજર બધા લોકો ઉભા થઈને તાળીઓ વગાડવા લાગ્યા. આ ઈવેન્ટ બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યુ કે અમેરિકા, ઈન્ડિયાને પ્રેમ કરે છે.

ટ્રમ્પ અને મોદીનુ દેખાયુ બૉન્ડિંગ
પીએમનુ સંબોધન ખતમ થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની હાથ પકડીને સ્ટેડિયમનુ ચક્કર પણ લગાવ્યુ. અમેરિકી રાષ્ટ્રપતિ એનબીએ કોમ્પિટિશનમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર પીએમ મોદીએ પ્રેસિડન્ટ ટ્રમ્પને પરિવાર સાથે ભારત આવવાનુ આમંત્રણ પણ આપી દીધુ.