• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હફિંગટન પોસ્ટે પહેલા હટાવ્યું સોનિયાનું નામ પછી માંગી માફી

|
Google Oneindia Gujarati News

અમેરિકન વેબસાઇટ હપિંગટન પોસ્ટે(www.huffingtonpost.com) કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનું નામ વિશ્વના ધનિક નેતાઓની યાદીમાંથી હટાવી દીધું છે. સાઇટે પોતાની આ ભૂલ બદલ માફી માગી છે. સાઇટે પહેલા દાવો કર્યો હતો કે સોનિયા પાસે 2 અરબ ડોલર( અંદાજે 1 ખરબ, 24 અરબ રૂપિયા)ની સંપત્તિ છે. આ ધનિક નેતાઓની યાદીમાં સોનિયા ગાંધી 12માં નંબર પર હતા. આ ખુલાસા સાથે દેશના રાજકારણમાં ગરમી આવી ગઇ હતી.

આ સંબંધમાં પોસ્ટના સંપાદકમાં એક ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધીનું નામ ત્રીજી વેબસાઇટ (CelebrityNetWorth.com)માં આપવામાં આવેલી માહિતીના આધારે લેવામાં આવ્યું હતું, જેના પર બધા જ પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. આ જ કારણ છે કે, સોનિયા ગાંધીનું નામ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે અને જે પણ પ્રશ્નો ઉઠ્યા છે, તેના પર ખેદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ યાદીમાંથી કતારના પૂર્વ ધનિક હામિદ બિન ખલીફા અલી થાનીનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે.

હફિંગટન પોસ્ટ વર્લ્ડમાં 20 એવા સૌથી ધનિક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી, જે હાલ સત્તામાં છે. જેમાં પ્રેસિડેન્ટ, કિંગ, સુલ્તન અને ક્વીન પણ છે. આ યાદીમાં બે મહિલાઓ સોનિયા અને બ્રિટેનના ક્વિન એલિઝાબેથ બીજાને રાખવામાં આવ્યા હતા. વેબસાઇટનું કહેવું છે કે, વિશ્વમાં નેતા મોટાભાગે પુરુષો છે. યાદીમાં 7 લોકોમાં મિડલ ઇસ્ટ છે. યાદીમાં સામેલ લોગોની સંપત્તિ સામાન્ય રીતે પૈતૃક અને લાભકારી નિવેશથી મળી છે. નેતાની સંપત્તિનું આકલન પ્રતિ વ્યક્તિના જીડીપીની તુલનામાં કરવામાં આવ્યું છે, જેનાથી જણાવી શકાય કે ત્યાં જિંદગીમાં કેટલો ફેર છે.

સોનિયા ગાંધી પાસે આટલી બંધી સંપત્તિ ક્યાંથી આવી એ અંગે વેબસાઇટ (CelebrityNetWorth.com)માં કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઇ મેથડોલજીથી નેતાઓની સંપત્તિનું આકલન કરવામાં આવ્યું છે. તે અંગે પણ કંઇ બતાવવામાં આવ્યું નથી. આ વેબસાઇટમાં પહેલા પણ અનેક સેલિબ્રિટી અંગે વિવાદિત આંકડાઓ આપવામાં આવ્યા હતા. આ આંકડાઓને લઇને વેબસાઇટનો મજાક પણ ઉડાવવામાં આવ્યો છે.

English summary
After creating the furore over its report which claimed that Sonia Gandhi is the 12th richest political leader in the world, the Huffington Post World has now removed the Congress president's name from the list of rich world leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X