For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છે': આપ નેતાનું વિવાદિત નિવેદન

રવિવારે અમૃતસરના એક ધાર્મિક ડેરા પર થયેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર પંજાબમાં ભયનો માહોલ છે. બીજી તરફ વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટી નેતા એસએચ ફૂલ્કાએ આ મામલે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રવિવારે અમૃતસરના એક ધાર્મિક ડેરા પર થયેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર પંજાબમાં ભયનો માહોલ છે. સમગ્ર રાજ્ય હાઈ એલર્ટ પર છે. બીજી તરફ વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટી નેતા એસએચ ફૂલ્કાએ આ મામલે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આ હુમલા પાછળ સેના અને સેનાધ્યક્ષનો હાથ પણ હોઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા ફૂલ્કાએ કહ્યુ કે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. તપાસ પહેલા કોઈના પર દોષ નાખવો ઠીક નથી.

આ પણ વાંચોઃ અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌતઆ પણ વાંચોઃ અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત

અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છેઃ ફૂલ્કા

અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છેઃ ફૂલ્કા

ફૂલ્કાએ મોર ધમાકાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ મામલે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આમાં ખાલિસ્તાનનો હાથ છે પરંતુ બાદમાં સામે આવ્યુ કે આની પાછળ રામ રહીમ ડેરાનો હાથ હતો, હાલમાં દેશમાં ચૂંટણીનો સમય છે અને ચૂંટણીના સમયે આવી ઘટનાઓ કરાવવામાં આવે છે. પહેલા પણ સરકારો આવુ કરતી રહી છે. જેનાથી માહોલ ખરાબ થાય. આમ પણ અમુક લોકો કહી રહ્યા છે કે હાલમાં પંજાબનો માહોલ ખરાબ છે.

ફૂલ્કાના નિવેદન પર થયો હોબાળો

ફૂલ્કાએ કહ્યુ કે હું એટલા માટે કહી રહ્યો છુ કારણકે ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે થોડા દિવસ પહેલા નિવેદન આપ્યુ હતુ કે પંજાબમાં માહોલ ખરાબ થઈ રહ્યો છે. બની શકે કે સેનાધ્યક્ષે જ આ ધમાકો કરાવ્યો હોય જેથી તેમનું નિવેદન સાચુ સાબિત થઈ શકે. ત્યારબાદ વિવાદ ઉભો થઈ ગયો છે. ભાજપ અને આપના બાગી નેતા કપિલ મિશ્રાએ આ નિવેદની આકરી ટીકા કરી છે.

પંજાબ પોલિસનું પણ મોટુ નિવેદન

પંજાબ પોલિસનું પણ મોટુ નિવેદન

તમને જણાવી દઈએ કે આ ધમાકા વિશે પંજાબ પોલિસે પણ મોટુ નિવેદન આપ્યુ છે. પંજાબ પોલિસે ડીજીપી સુરેશ અરોડાએ કહ્યુ કે આ ઘટનામાં અમને આતંકવાદી ષડયંત્ર માલુમ પડે છે કારણકે હુમલો કોઈ વ્યક્તિ પર ન થઈને એક સમૂહ પર થયો છે. લોકોના એક સમૂહ પર ગ્રેનેડથી હુમલો કરવાનું કોઈ કારણ નથી બનતુ એટલા માટે અમે આ ઘટનાને આતંકી હુમલાના એંગલથી જોઈ રહ્યા છે.

જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાકિર મૂસા ફરી રહ્યો છે પંજાબમાં?

જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાકિર મૂસા ફરી રહ્યો છે પંજાબમાં?

ઉલ્લેખનીય છે કે પોલિસ આ મામલાને આતંકી હુમલા સાથે જોડીને એટલા માટે પણ જોઈ રહી છે કારણકે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે જૈશ એ મોહમ્મદનો આતંકી જાકિર મૂસા અને તેમના અમુક સાથીઓના પંજૂબમાં હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે કાલે પંજાબમાં અમૃતસરના ગામ અદલીવાલમાં નિરંકારી સત્સંગ ડેરા પર અજ્ઞાત મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ હુમલો કરી દીધો હતો. આ ધમાકામાં 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 15 થી 20 લોકો ઘાયલ છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે હુમલા પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોનો પરિજનોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાનું એલાન કર્યુ છે.

આ પણ વાંચોઃ ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દેઆ પણ વાંચોઃ ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે

English summary
HS Phoolka stoked a controversy after he said that the Chief of the Army Staff, Bipin Rawat might have orchestrated the terrorist attack in Amritsar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X