• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પતિ છોડી પ્રેમી સાથે લિવ ઇનમાં મહિલા ધારાસભ્ય

|

લખનઉ, 14 જૂનઃ એક મહિલા ધારાસભ્યની પ્રેમ કહાણી યુપીમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. 13 વર્ષની આ લવ સ્ટોરીમાં ડ્રામા, ફુલ ઓન ઇમોશન અને ક્લાઇમેક્સ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આરોપોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે, પરંતુ પોતાના વિશે કોઇ કંઇ બોલવા તૈયાર નથી. આગળની ઘટના જણાવતા પહેલા તમને કહાણી જણાવી દઇએ. મહિલાનું નામ લક્ષ્મી ગૌતમ છે અને તે શાસક સમાજવાદી પાર્ટીના ચંદૌસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. લક્ષ્મીની ઉમર જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને તેનાથી 10 વર્ષ મોટા એટલે કે 26 વર્ષીય એક સરકારી પ્રોફેસર સાથે પ્રેમ થઇ ગયો હતો. તેનું નામ દીલિપ છે.

નાની મોટી ગીફ્ટ આપવાથી પ્રેમ વધુ મજબૂત બન્યો, વાતો થઇ અને બન્ને એકબીજાની નજીક આવી ગયા. લક્ષ્મીની વાત માનીએ તો તેમે બે વાર એબોર્શન કરાવ્યા. પ્રેમ દરમિયાન બન્ને રજાઓમાં પર્વતીય વાદીઓની ઘણી મુલાકાત લેતા. 2003માં બન્ને ફરવા માટે મસૂરી, નૈનીતાલ અને શિમલા ગયા હતા. ત્યાંની મોટી હોટલોમાં રોકાયા હતા. દીલિપ, લક્ષ્મીને સારી પહેરાવીને કોઇ પરણિત મહિલાના પહેરવેશમાં લઇને જતો હતો, જેથી કોઇને શંકા ના થાય. બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા અને બાળકો પણ થયા.

હવે ઘટનાક્રમ પર નજર નાંખીએ. બન્નેની પ્રેમ કહાણી ખતમ થઇ ગઇ છે અને દીલિપનો આરોપ છે કે લક્ષ્મી છૂટાછેડા આપ્યા વગર અન્ય પુરુષ સાથે લિવ ઇન રિલેશનમાં રહી રહી છે. લક્ષ્મી અન્ય કોઇ પુરુષ સાથે ફરે છે અને ફિલ્મો જુએ છે. દીલિપનો એ પણ આરોપ છે કે લક્ષ્મી ધારાસભ્ય બની ગઇ અને તેની પાસે પાવર આવી ગયો તો હવે તેને તેની પૂત્રીઓને મળતો પણ અટકાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ લક્ષ્મીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને દલીલ કરી છે કે ધારાસભ્ય બની જવાના કારણે તેના સંબંધોને આ દિવસો જોવા પડી રહ્યાં છે. તેણે કહ્યું કે, જનતા એ મને પસંદ કરી છે તો રાજકારણ કેવી રીતે છોડી દઉં.

લક્ષ્મીનું કહેવું છે કે દીલિપ તો પહેલાથી જ પરણેલો હતો, પરંતુ તેણે આ વાત છૂપાવી હતી. દીલિપ મારા પર એટલી શંકા કરે છે કે વિધાનસભા સત્રમાં ધારાસભ્યોને પણ મળવા નથી દેતો. કહે છે કે માત્ર સાઇન કરીને ઘરે પાછી આવતી રહે. બીજી તરફ લક્ષ્મી ગૌતમને જ્યારે તેના સંબંધો અંગે પૂછવામાં આવે છે ત્યારે તે ખામોશ થઇ જાય છે. તેના પતિ દીલિપનો આરોપ છે કે લક્ષ્મી ગૌતમના પ્રેમ સંબંધ ચંદૌસીના એક મુકુલ નામના યુવક સાથે છે.

તેણે જાતે જ ઘણી વખત પોતાની પત્નીને તેના પ્રેમી સાથે પકડી છે. ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે માની નથી. નોંધનીય છે કે આ અજબ પ્રેમની ગજબ કહાણીનો ખુલાસો ગુરુવારે ત્યારે થયો જ્યારે તેના પતિ દીલિપને મુરાદાબાદ સ્થિત આવાસથી ધક્કા મારીને બહાર કાઢી નાંખવામાં આવ્યો. હવે બન્ને મીડિયાની સામે એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ લડાઇમાં ધારાસભ્યની ખુરશી પર શું અસર પડશે તેનું આકલન કરવામાં પાર્ટી લાગી ગઇ છે.

English summary
It seems power, politics and beauty plays a significant role in Indian political system. In an embarrassing incident of Uttar Pradesh’s Moradabad, where a case of SP’s MLA having illicit relationship with her lover despite being married has came in light.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more