For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર હૉટેસ્ટ મૃત્યુ કેસ: હનીમૂન પર અનિશયા સાથે મયંકે મારપીટ કરી

રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં લુફથાન્સા એરલાઈન્સમાં કામ 39 વર્ષની એર હૉટેસ્ટ અનિશયા બત્રા મૃત્યુ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમાં નવી નવી બાબતો સામે આવી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં લુફથાન્સા એરલાઈન્સમાં કામ 39 વર્ષની એર હૉટેસ્ટ અનિશયા બત્રા મૃત્યુ કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમાં નવી નવી બાબતો સામે આવી રહી છે. જાંચમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પહેલા અનિશયા ઘ્વારા પતિ મયંક અને તેના એક મિત્રને મેસેજ મોકલવામાં આવ્યો હતો. પતિને મોકલેલા છેલ્લા મેસેજમાં તેને કહ્યું હતું કે 'તુમ મુજે બિલ્ડીંગ સે કૂદતે હુએ દેખોગે'. આ મેસેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી બાજુ, મયંકને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસ માટે મોકલવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર અનિશયાના મિત્રોની પણ પુછપરછ થઇ શકે છે. જયારે બીજી બાજુ અનિશયાની માતા ઘ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં અનિશયાની માતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગ્નના ત્રીજા દિવસે જ તેમની દીકરીએ ફોન કરીને તેમને મારપીટ વિશે જણાવ્યું હતું.

અનિશયા અને મયંક હનીમૂન પર દુબઇ ગયા હતા

અનિશયા અને મયંક હનીમૂન પર દુબઇ ગયા હતા

અનિશયાની માતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હનીમૂન પર પણ પતિ મયંકે અનિશયા સાથે મારપીટ કરી હતી. બંને લગ્નના બીજા જ દિવસે હનીમૂન માટે દુબઇ ગયા હતા. ત્યારપછી અમે તેમને કાઉન્સિલિંગ પણ કરી હતી. ત્યારપછી થોડા દિવસ માટે બધું ઠીક થઇ ગયું. લગભગ દર અઠવાડિયે અનિશયા સાથે તેનો પતિ મારપીટ કરતો હતો. અનિશયાના પરિવાર અને મિત્રોનું કહેવું છે કે તે ઘરેલુ હિંસાની શિકાર હતી અને તેને દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી.

મયંકને કર્યો હતો મેસેજ

મયંકને કર્યો હતો મેસેજ

પોલીસે જણાવ્યું કે શુક્રવારે મયંકનો અનિશયા સાથે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઝગડો થયો. અનિશયાએ મયંકને મેસેજ કર્યો કે તે ધાબા પરથી કૂદી રહી છે. મયંક ધાબા પર પહોંચ્યો તો દરવાજો બહારથી બંધ હતો. તે જાળી તોડીને ધાબા પર ગયો ત્યારે તેને જોયું તો અનિશયા ત્યાં ના હતી. નજીક બિલ્ડિંગમાં કામ કરી રહેલા મજૂરોએ કહ્યું કે એક યુવતી હમણાં જ કૂદી છે.

ફ્લેટ અંગે પણ વિવાદ થતો હતો

ફ્લેટ અંગે પણ વિવાદ થતો હતો

અનિશયાએ વસંત વિહારમાં ફ્લેટ વેચ્યો હતો તેના વિશે પણ વિવાદ ચાલતો હતો. પોલીસે મયંક અને તેના માતાપિતાને પણ જાંચમાં શામિલ થવા માટે કહ્યું છે. મયંકની બીએમડબ્લ્યુ કાર, અનિશયાની હીરાની વીંટી અને મોબાઈલ ફોન કબ્જામાં લેવામાં આવ્યા છે. આ બધું સગાઈમાં મયંકને અનિશયાના પરિવાર ઘ્વારા આપવામાં આવ્યું હતું.

આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો

આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ મામલો નોંધવામાં આવ્યો

આ મામલે ડીસીપી રોમીન બાનિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતના પરિવારની ફરિયાદ પર આઇપીસી ઘ્વારા 304 બી હેઠળ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ બંનેના લગ્ન થયે બે વર્ષ કરતા થોડો વધારે સમય થયો હતો. પોલીસ એક મજુરની પણ પૂછપરછ કરી રહી છે જેને આ ઘટના જોયાનો દાવો કર્યો છે.

English summary
Husband beat up lufthansa air hostess anissia batra during their honeymoon mother alleges
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X