For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિએ વહાર્ટસપ પર વીડિયો મેસેજ મોકલી પત્નીને તલાક આપ્યા

મુંબઈમાં ટ્રિપલ તલાકનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં લંડન રિટર્ન દુલ્હાએ વહાર્ટસપ વીડિયો મોકલી પોતાની પત્નીને તલાક આપ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈમાં ટ્રિપલ તલાકનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં લંડન રિટર્ન દુલ્હાએ વહાર્ટસપ વીડિયો મોકલી પોતાની પત્નીને તલાક આપ્યા છે. આવું ત્યારે થયું જયારે પત્નીએ ઘરેલુ હિંસાનો મામલો નોંધાવ્યો. મહિલાએ જયારે કોર્ટમાં જજ ને વીડિયો બતાવ્યો ત્યારે પતિએ કોર્ટની બહાર મહિલા સાથે મારપીટ અને ગેરવર્તણૂક કરી. પત્નીનું કહેવું છે કે તેઓ અલગ થવા માટે તૈયાર છે. પરંતુ તલાક દેશના કાનૂન હેઠળ થાય, બસ એટલા માટે કોઈ તલાક નહીં આપે કે તેને બીજા લગ્ન કરવા છે. આપણે જણાવી દઈએ કે ટ્રિપલ તલાકને સુપ્રીમકોર્ટ ઘ્વારા ગેરકાનૂની ગણાવ્યા પછી પણ દેશમાં ટ્રિપલ તલાકની ઘટના ઓછી નથી થઇ રહી.

triple talaq

જાણકારી અનુસાર મુંબઈની મીરારોડ પાસે રહેનાર ફરહાનાઝ ખાનની 25 મેં 2012 દરમિયાન વિરારના યાવર મંસૂર ખાન સાથે લગ્ન થયા. યાવર લગ્ન પહેલા લંડનમાં રહેતો હતો. ત્યાં તેને હોટેલ મેનેજમેન્ટ કોર્સ કર્યો છે અને હવે વિરારમાં ચિકનની દુકાન ચલાવી રહ્યો છે. ફરહાનાઝ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેના પિતાએ 70 તોલા સોનુ દહેજમાં આપ્યું હતું. ત્યારપછી પણ યાવરે લગ્ન પછી વેપાર કરવા માટે સતત પૈસા માંગતો રહ્યો. પૈસા નહીં મળવા પર તેને મારપીટ પણ કરી.

ત્યારપછી સાસરી પક્ષે ફરહાનાઝ ને ઘર છોડવા પર મજબૂત કરી દીધી. ફરહાનાઝ ને ઘર છોડીને પિતા પાસે આવવું પડ્યું. આ દરમિયાન બંને ઘરવાળા તરફથી સુલેહ કરવા માટે કોશિશ પણ થયી પરંતુ વિવાદ વધુ બગડી ગયો. આ બાબતે ગુસ્સે થઈને પતિ યાવરે નવેમ્બર 2017 દરમિયાન વહાર્ટસપ પર વીડિયો મોકલી તલાક આપી દીધો. ફરહાનાઝ ની વકીલ રંજન રાજગોર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફરહાનાઝ ના પતિએ ગયા વર્ષે જયારે વીડિયો મોકલ્યો હતો ત્યારે સુપ્રીમકોર્ટ તરફથી ત્રણ તલાક વિશે નિર્ણય આવી ચુક્યો હતો. ફરહાનાઝ અત્યાર સુધી ચૂપ કેમ રહી તેના જવાબમાં વકીલે જણાવ્યું કે તેઓ નહીં ઇચ્છતા કે તેમનું અંગત જીવન એક તમાશો બની જાય.

English summary
Husband divorces woman via whatsapp video call assaults her court for clip to judge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X