• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદ બ્લાસ્ટમાં ખુલાસો, CCTV કેમેરામાં સાયકલ સવાર કેદ

|
Google Oneindia Gujarati News
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરી: હૈદરાબાદ બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો આજે થયો છે. સૂત્રોના હવાલાથી મળી રહેલા સમાચાર અનુસાર સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે એક ત્રીસ વર્ષીય વ્યક્તિ ગુરુવારે સાંજે 6 વાગ્યાને 38 મિનિટ પર આ બજારમાં જતા દેખાઇ રહ્યો છે.

જ્યારે તે જઇ રહ્યો હતો ત્યારે સાયકલના કેરિયર પર એક બેગ લટકેલી હતી, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની સાયકલના કેરિયર પર એ બેગ ન્હોતી. માટે પ્રાથમિક ધોરણે સીસીટીવીના આ ફૂટેજના આધારે બોમ્બ પ્લાન્ટ કરનાર આ વ્યક્તિ પર શંકાની સોય જઇ રહી છે.

હૈદરાબાદ વિસ્ફોટના આજે ત્રણ દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજી સુધી પોલીસને કોઇ સુરાગ મળ્યું નથી. તપાસ એજન્સીઓ અને પોલીસ હજી સુધી કોઇ નિર્ણય પર પહુંચી નથી કે આ બ્લાસ્ટમાં કોનો હાથ છે.

આંધ્રપ્રદેશ પોલીસે અત્રે દિલસુખનગરમાં ગુરુવારે થયેલા બે વિસ્ફોટના મામલે ફરિયાદ દાખલ કરી છે. આ વિસ્ફોટોમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

English summary
Hyderabad blast: a 30 year old cycle rider captured in CCTV camera.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X