Hyderabad election: ટીવી પર ભાગ્યનગર વિ હૈદરાબાદ પર નેતાઓ આવ્યા સામસામે
નવી દિલ્લીઃ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ પરિણામોના રૂઝાન (GHMC Election 2020 )સાથે જ ભાગ્યનગર અને હૈદરાબાદ બંને ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે કહ્યુ હતુ કે જો તે નિગમમાં સત્તામાં આવશે તો શહેરનુ નામ ભાગ્યનગર કરી દેવામાં આવશે. જો કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આનો વિરોધ કર્યો હતો. પરિણામોમાં હાલમાં ભાજપને મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. ગઈ ચૂંટણીમાં ભાજપને માત્ર 4 જ સીટો મળી હતી.

નામ બદલવાની જરૂર શું છે?
એક ચેનલ પર ચર્ચામાં શામેલ મૌલાના સઈદ અલ કાદરીએ ભાજપના હૈદરાબાદનુ નામ બદલવાના નિયમને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ. તેમણે કહ્યુ કે, 'આ મુંગેરીલાલના હસીન સપના છે. હૈદરાબાદનુ નામ તો હૈદરાબાદ જ રહેશે. નામ બદલવાની જરૂર શું છે. આનુ પહેલુ નામ જ હૈદરાબાદ હતુ.' તેમણે કહ્યુ કે, 'અહીં પહાડી વિસ્તાર હતો. કુલી કુતુબ શાહે આ શહેરને વસાવ્યુ હતુ અને તેમણે ચાર મીનાર બનાવ્યા હતા. હૈદરાબાદથી પહેલા ગોલકુંડા રાજાશાહી હતી.

નિઝામ સાહેબ અહીં શું કરવા આવ્યા હતા?
ચર્ચા દરમિયાન ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે મને આશા છે કે હૈદરાબાદનો ભાગ્યોદય થશે. તેમણે કહ્યુ કે હજુ શરૂઆતના રૂઝાન આવી રહ્યા છે અને તેમને આશા છે કે હૈદરાબાદના ભાગ્યોદયનો માર્ગ મોકળો થશે. તેમણે કહ્યુ, 'અમે કોઈનુ નામ પરિવર્તન કરવાની નહિ પરંતુ પરાવર્તન કરવાની વાત કરીએ છીએ. જ્યાં સુધી હૈદરાબાદથી પહેલા અહીં કોઈ રાજ્યના હોવા કે નહિ હોવાની વાત છે તો રાજા કૃષ્ણદેવ રાયનુ રાજ્ય તેલંગાનાથી લઈને કર્ણાટકના હિસ્સા સુધી ફેલાયેલુ હતુ. પોર્ટુગલના ઈતિહાસકારોએ લખ્યુ છે કે રાજા કૃષ્ણદેવ રાજની રાજધાની લંડનથી પણ મોટી હતી. નિઝામ સાહેબ અહીં શું કરવા આવ્યા હતા. જો અહીં કંઈ નહોતુ તો ભારતમાં વિદેશી કેમ આવ્યા હતા?'

હૈદરાબાદનો ઈતિહાસ
તેલંગeનાના પર્યટન વિભાગની અધિકૃત વેબસાઈટમાં ગોલકુંડા કિલ્લા વિશે માહિતી છે. 1512માં કુલી કુતુબ શાહે બહમની સામ્રાજ્ય પાસેથી સત્તા છીનવી અને ગોલકુંડાની સ્થાપના કરી હતી. ITI હૈદરાબાદની વેબસાઈટ પર શહેરથી જોડાયેલા ડોક્યુમેન્ટ છે જે મુજબ 1591માં એક શહેર તરીકે હૈદરાબાદ બન્યુ. જો કે આ શહેરનુ જૂનુ નામ ગોલકુંડા હતુ. જો કે કોઈ પણ ઈતિહાસકાર કે દસ્તાવેજ આ વાતની પુષ્ટિ નથી કરતા કે આ શહેરનુ નામ ક્યારેય ભાગ્યનગર હતુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં પૂજા કરીને હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. પાર્ટીના પ્રવકતા સંબિતા પાત્રાએ ભાગ્યલક્ષ્મી માતાનો ફોટો શેર કર્યો.
GHMC Result: હૈદરાબાદમાં બદલતું ભાગ્ય જોઈ ભાજપ જોશમાં