હૈદરાબાદઃ પોલીસનો મોટો ખુલાસો, એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલ 4માંથી 2 આરોપી 9 રેપ-મર્ડરમાં સામેલ
હૈદરાબાદઃ 27 નવેમ્બરે થયેલ તેલંગાણામાં મહિલા ડૉક્ટર સાથેના ગેંગરેપ બાદ નિર્મમ હત્યાની ઘટનાએ આખા દેશને ધ્રુજાવીને રાખી દીધો હતો. આ હેવાનિયતને અંજામ આપનાર ચાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા, જે બાદ માનવાધિકાર આયોગ અને કેટલાય અન્ય સંગઠનોએ એન્કાઉન્ટર પર વાંધો ઉઠાવ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. જ્યારે બીજી તરફ આ મામલે સતત ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મજબ મહિલા ડૉક્ટર સાથે હેવાનિયત કરનાર બે આરોપીઓએ પૂછપરછમાં માન્યું હતું કે તેમણે 9 મહિલાઓ પર રેપ કરી તેમને સળગાવીને મારી નાખી હતી. આ દાવો હૈદરાબાદ ડૉક્ટર મર્ડર કેસની તપાસ કરનારાઓએ કર્યો છે.

તેલંગાણા પોલીસ જાણખારી હાંસલ કરી રહી છે
અહેવાલ મુજબ સાઈબરાબાદ પોલીસે આરોપીઓ પાસેથી મળેલી જાણખારીને આધારે કર્ણાટકમાં પાસ હાથ ધરી છે, કેમ કે આમાંથી કેટલીક ઘટનાઓ તેલંગાણા-કર્ણાટકની બોર્ડર નજીકના વિસ્તારોમાં બની હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે કસ્ટડીમાં લીધા બાદ અમે તેલંગાણઆ અને કર્ણાટક હાઈવે પર મહિલાઓ સાથે રેપ અને સળગાવીને મારી નાખવાની 15 ઘટનાઓની ભૂમિકાની તપાસ કરી રહ્યા હતા. આ ચારમાંથી બે આરોપીઓએ આમાંથી 9 ઘટનાઓમાં પોતાની સામેલગિરી માની હતી. અમે બધા જ કેસની પુષ્ટિ કરી રહ્યા છે માટે વિવિધ જગ્યાએ અમે તપાસનીસોની ટીમ મોકલી છે.

આરિફ અને ચેન્ના કે શવવુલૂ સામેલ હતા
તેલંગાણા પોલીસનો દાવો છે કે આરિફ છ મામલામાં સામેલ હતો, ચેન્ન કે શવવુલૂએ ત્રણ મહિલાઓ સાથે રેપ અને મર્ડર કર્યાં હતાં. તેલંગાણા પોલીસે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું કે આ બંનેએ તેલંગાણઆના સંગા રેડ્ડી, રંગા રેડ્ડી અને મહબૂબનગર હાઈવે તથા કર્ણાટક બોર્ડર નજીકના શહેરોમાં આ અપરાધ કર્યા. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ આરિફ, જે નવીન, જે શિવા અને ચેન્નાકેશવુલૂએ મહિલા પશુ ચિકિત્સક સાથે રેપ કર્યો હતો અને બાદમાં તેને સળગાવીને મારી નાખી હતી.

વૈશ્યાઓ, હિઝડા અને મહિલાઓનું પણ યૌન શોષણ કર્યું
તપાસકર્તા અધિકારીઓના દાવાની તપાસ માટે તેમના મોબાઈલ પોનની ટાવર લોકેશન અને અપરાધ સ્થળ મેચ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરિફ અને ચેન્ના કે શવવુલૂએ જણાવ્યું કે તેમણએ હાઈવે પર વેશ્વાયઓ, હિઝડાઓ સહિત કેટલીય મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું. પરંતુ 9 મામલામાં તેમણે મહિલાઓને જેવી ડૉક્ટરની હત્યા કરી તેવી રીતે જ સળગાવીને મારી નાખી હતી.
જામિયા વિવાદ પર અમિત શાહઃ જો છાત્રો પત્થર ફેંકે તો પોલિસે એક્શન લેવી પડશે