For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિસિટી લઇ રહી છે લોકોના પ્રાણ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં રાજ્ય દ્વારા સંચાલિત ગાંધી હોસ્પિટલમાં વારંવાર જઇ રહેલી લાઇટો લોકોના પ્રાણ લઇ રહી છે. આ દાવો ખુદ હોસ્પિટલના સ્ટાર કરી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર મુજબ આ હોસ્પિટલમાં કામ કરતા કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે વારંવાર જતી ઇલેક્ટ્રિસિટીએ શુક્રવારે 21 જેટલા દર્દીઓના પ્રાણ લીધા.

hyderabad

આ તમામ દર્દીઓ અહીંના આઇસીયુ યુનિટ જેવા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ હતા. હોસ્પિટલના કર્મચારીઓનું કહેવું છે કે શુક્રવારે 3 વાગે લાઇટ ગઇ તે પછી વારંવાર લાઇટો આવતી જતી રહેતી હતી. અને હોસ્પિટલના ચાર જનરેટર પણ ટેકનિકલ કારણોના લીધે કાર્યરત રહેવા અક્ષમ હતા. જેના કારણે આ લોકોની મોત થઇ છે. વધુમાં હોસ્પિટલના ડોક્ટરે પણ સ્વીકાર્યું કે લાઇટોના કારણે હાલમાં જ તેમને એક દર્દીનું ઓપરેશન મોબાઇલ લાઇટની ટ્રોર્ચથી કરવું પડ્યું.

જો કે આ અંગે તેલંગાનાના સ્વાસ્થ પ્રધાન ડૉ. સી લક્ષ્મણ રેડ્ડીએ કહ્યું કે મોત માટે ઇલેક્ટ્રિસિટીને સંપૂર્ણ પણે જવાબદાર ગણવું અયોગ્ય છે. જો કે ભારતની મોટા ભાગની હોસ્પિટલો ઇલેક્ટ્રિસિટી અને લોડ શેડિંગની આ સમસ્યાથી પીડાય છે તે વાત પણ હકીકત છે.

English summary
Hyderabad government hospital staff blames power cut for patients death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X