'સાથે જીવીશુ- સાથે મરીશુ...', ફિલ્મી છે નાગારાજૂ-સુલ્તાનાની પ્રેમ કહાની, 11 વર્ષની દોસ્તી, લગ્ન, હત્યા..
હૈદરાબાદઃ હૈદરાબાદમાં ઑનર કિલિંગના એક કેસમાં માર્યા ગયેલા 25 વર્ષીય દલિત વ્યક્તિ નાગારાજૂની પત્ની આશ્રીન સુલ્તાના(ઉર્ફે પલ્લવી)એ કહ્યુ કે તેના પતિએ તેને કહ્યુ હતુ કે તે એની 'સાથે જીવશે અને સાથે જ મરી જશે.' પોતાના પતિને ગુમાવી ચૂકેલ આશ્રીન સુલ્તાનાએ કહ્યુ કે જ્યારે તેના ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો એણે કહ્યુ હતુ કે તે પ્રેમમાં મરવા માટે પણ તૈયાર છે. સુલ્તાનાએ કહ્યુ કે ભાઈ આક્રમક હતા અને જો તે લગ્ન કરી લે તો તેને જીવનુ જોખમ થઈ શકતુ હતુ એ જાણતો હોવા છતાં નાગારાજૂએ લગ્ન કર્યા હતા. આવો જાણીએ નાગારાજૂ અને સુલ્તાનાની પ્રેમ કહાની વિશે...

સુલ્તાનાના ભાઈએ મારી-મારીને કરી નાગારાજૂની હત્યા!
મૃતક બિલાપુરમ નાગારાજૂ(25)ની પત્ની આશ્રીન સુલ્તાના(ઉર્ફે પલ્લવી 23 વર્ષીય)એ આ વર્ષે જાન્યુઆરી 2022માં પોતાના પરિવારજનો વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. બંને અલગ-અલગ ધર્મથી હતા. આંતરધર્મીય લગ્નના કારણે સુલ્તાનાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. કથિત રીતે સુલ્તાનાના બે ભાઈઓ સૈયદ મોબિન અહમદ અને મોહમ્મદ મસૂદ અહમદ પર નાગારાજૂની હત્યાનો આરોપ છે. સુલ્તાનાના બંને ભાઈઓની હત્યાના આરોપમાં પોલિસ ધરપકડ કરી ચૂકી છે.

'સાથે જીવીશુ અને સાથે મરીશુ...', સુલ્તાાએ પતિની વાતોને કરી યાદ
ઈંડિયા ટુડે સાથે વાત કરીને સુલ્તાનાએ પોતાના પતિ નાગારાજૂની છેલ્લી વાતોને યાદ કરીને કહ્યુ, 'તેમણે મને કહ્યુ હતુ કે અમે સાથે જીવીશુ અને સાથે મરીશુ...' સુલ્તાનાએ કહ્યુ, 'મે નાગારાજૂને બહુ મનાવવાની કોશિશ કરી હતી કે તે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લે...કારણકે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેના જીવને કોઈ જોખમ થાય... પરંતુ તે ના માન્યો અને તેણે કહ્યુ હતુ કે તારી સાથે જીવીશ અને મરીશ... એ જાણતો હતો કે અમારા લગ્ન પછી એનો જીવ જોખમમાં મૂકાઈ જશે.'

11 વર્ષની દોસ્તી પ્રેમમાં બદલાઈ
દલિત હિંદુ નાગારાજૂ સિકંદરાબાદના મરરેડપલ્લીનો નિવાસી હતો. રિપોર્ટ મુજબ તે જૂના શહેરના મલકપેટમાં એક કાર શોરુમમાં સેલ્સમેનની નોકરી કરતો હતો. નાગારાજૂ અને સુલ્તાના બંને એકબીજાને 11 વર્ષોથી જાણતા હતા. બંનેએ એકસાથે સ્કૂલ અને કૉલેજમાં ભણ્યા હતા. બંનેની દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. નાગારાજૂના એક સંબંધીએ કહ્યુ કે બંને કૉલેજથી એકબીજાને પ્રેમ કરતા હતા.

પરિવાર વિરુદ્ધ જઈને જાન્યુઆરી 2022માં કર્યા હતા લગ્ન
વાસ્તવમાં સુલ્તાના(ઉર્ફે પલ્લવી)ના ઘરવાળા આ આંતર ધર્મીય લગ્નની બિલકુલ વિરુદ્ધ હતા. તે નહોતા ઈચ્છતા કે તેમના ઘરની છોકરીના લગ્ન આંતરધાર્મિક હોય. પરિવારવાળા વિરુદ્ધ જઈને નાગારાજૂ અને સુલ્તાનાએ 31 જાન્યુઆરી, 2022ના રોજ આર્ય સમાજના એક મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્ન પછી બંનેએ પોતાના સિમ કાર્ડ અને સરનામુ પણ બદલી દીધુ જેથી સુલ્તાનાનો પરિવાર તેમને શોધી ના શકે.

4 મેની રાતે સુલ્તાનાની સામે જ પતિની થઈ હત્યા
નાગારાજીની બુધવારે 4 મેની રાતે લગભગ નવ વાગે સરુરનગરમાં ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર ઘટના સ્થળેથી ભાગી ગયો. ઘણા રાહદારીઓએ આ ઘટનાને પોતાના ફોનમાં રેકૉર્ડ કરી લીધુ અને અમુકે તેના શરીરના ફોટા પણ ક્લિક કર્યા. પરંતુ કોઈએ મદદનો હાથ ન લંબાવ્યો.

'હું મારા પતિના જીવની ભીખ માંગતી રહી...'
સુલ્તાનાએ કહ્યુ, 4 મેની રાતે હું મારા પતિ સાથે સ્કૂટી પર રસ્તો પસાર કરી રહી હતી. ત્યારે બે લોકો બાઈક પર આવ્યા, જેમાંથી એક મારો ભાઈ મોબિન હતો. પછી ત્યારબાદ તેમણે નાગારાજૂને લોખંડની પાઈપથી માર્યો અને મારી આંખો સામે ચાકૂ મારીને તેની હત્યા કરી દીધી. હું મારા પતિના જીવની ભીખ માંગતી રહી પરંતુ તેમણે મારુ એક ન સાંભળ્યુ અને ના કોઈએ મદદ કરી. પોલિસ પણ 30 મિનિટ મોડી પહોંચી.