For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ NIMS એ 24 કલાકમાં 4 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા

હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં 24 કલાકમાં 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપુવર્ક કરાયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દેશભરમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાબતે ધીરે ધીરે જાગૃતિ વધી રહી છે ત્યારે હવે હૈદરાબાદ NIMS એ નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. હૈદરાબાદ NIMS એ કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી જટીલ પ્રકિયાને સરળ બનાવતા 24 કલાકમાં 4 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.

Kidney Transplant

હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં 24 કલાકમાં ચાર દર્દીના સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. આ તમામ દર્દીઓ સુરક્ષિત છે અને દેખરેખ હેઠળ રખાયા છે. આવું દેશમાં પહેલી વખ થયુ છે.

હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચાર દર્દીઓની કિડની સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ હતી અને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. જેના કારણે NIMS ખાતે યુરોલોજી અને રેનલ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગમાં 24 કલાકમાં એક લાઇવ-રિલેટેડ રેનલ ટ્રાન્સપ્લાન્ટ અને ત્રણ કેડેવરિક રેનલ ટ્રાન્સપ્લાન્ટ સહિત કુલ ચાર ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.

હોસ્પિટલે વધુમાં જણાવ્યુ કે, બ્રેઈન ડેડ દર્દીની કિડની લેનારા દર્દીઓ મહબૂબનગર, કરીમનગર અને હૈદરાબાદ જિલ્લાના છે. તેમનું પ્રત્યારોપણ સફળ માનવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલે વધુમાં જણાવ્યું કે, તમામ દર્દીઓ છેલ્લા 4-5 વર્ષથી હેમોડાયલિસિસ પર હતા. હોસ્પિટલને બ્રેઈન ડેડ દર્દીઓ પાસેથી ત્રણને કિડનીઓ મળી હતી, જ્યારે એક મહિલાને તેના પતિએ કિડની આપી છે. જે વ્યક્તિએ કિડનીનું દાન કર્યું છે તેની તબિયત પણ સારી છે. 24 કલાકમાં ચાર ટ્રાન્સપ્લાન્ટ મુશ્કેલ છે પરંતુ બે સમર્પિત ટ્રાન્સપ્લાન્ટ થિયેટરોને કારણે શક્ય બન્યું છે.

તેલંગાણાના મુખ્યમંત્રી હરિશ રાવતે પણ આ ઉપલબ્ધિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ઓપરેશન રાજ્ય સરકારની આરોગ્યશ્રી યોજના હેઠળ વિનામૂલ્યે કરાયા છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સેવા આપવા બદલ NIMS ના ડોકટરોને અભિનંદન. એક દર્દી પાછળ લગભગ 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને તે સરકાર ભોગવી રહી છે.

English summary
Hyderabad NIMS performed 4 successful kidney transplants in 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X