For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયા

હૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં રેપ આરોપીઓના કથિત એન્કાઉન્ટર પર પોલીસે કહ્યું કે આજે સવારે જ્યારે સીન રિક્રિએટ કરવ માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન બે આરોપીઓએ પોલીસના પકડમાંથી ભાગવાની કોશિશ કરી. આરોપીઓએ પોલીસની પિસ્તોલ છીનવી ગોળી ચલાવી, જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી. જેમાં ચારેયને ઠાર મારવામાં આવ્યા. પોલીસ કમિશઅનર વીસી સજ્જનારે કહ્યું કે ચારેય આરોપીઓના મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવશે. એન્કાઉન્ટર પર ઉઠી રહેલા સવાલોને લઈ તેમણે કહ્યું કે કાનૂને પોતાનું કામ કર્યું છે. પોલીસે ઘટનાસ્થળે જ પ્રેસ કોન્ફ્રેન્સ કરી છે.

એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઘાયલ

એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી પણ ઘાયલ

પોલીસ કમિશઅનરે જણાવ્યું કે, મામલાની તપાસ બાદ 4 અને 5 ડિસેમ્બરે અણે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ શરૂ કરી હતી. આજે સવારે પોલીસ આરોપીઓની તપાસ આગળ વધારવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ. અહીં આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો અને હથિયાર છીનવી પોલીસ પર ગોળી ચલાવી.

પોલીસ કમિશ્નર સજ્જનારે જણાવ્યું કે આરોપીઓના ફાયરિંગ કરવા પર પોલીસે તેમને ચેતાવણી આપતા આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ તેઓ ગોળીઓ ચલાવતા રહ્યા. જવાબમાં પોલીસે ગોળી ચલાવી, જેમાં ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યા. અથડામણ દરમિયાન પોલીસના બે જવાન પણ ઘાયલ થયા છે. બંને હોસ્પિટલમાં દાખલ છે. તેમણે જણાવ્યું કે કોઈ 10 પોલીસકર્મી તેમને ઘટનાસ્થળે લઈને ગયા હતા.

માનવાધિકાર આયોગ સવાલોનો જવાબ આપશે

માનવાધિકાર આયોગ સવાલોનો જવાબ આપશે

પોલીસે જણાવ્યું કે, અમે આરોપીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલે મોકલી આપવામાં આવ્યા છે. તેમને મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવશે. પોલીસનું કહેવું છે કે માનવાધિકાર જે કોઈપણ સવાલ કરશે તેનો જવાબ આપવામાં આવશે. સાથે જ પોલીસે કહ્યું કે આ લોકોના કર્ણાટકમાં કેટલાય અપરાધોમાં સંડોવાયેલા હોવાનો શક છે, જેને લઈ તપાસ કરવામાં આવી રહી છે.

આજે સવારે એન્કાઉન્ટર થયું

આજે સવારે એન્કાઉન્ટર થયું

હૈદરાબાદના શાદનગરમાં મહિલા ડૉક્ટરના રેપ અને મર્ડરના ચાર આરોપીઓને શુક્રવારે વહેલી સવારે એન્કાઉન્ટરમાં પોલીસે ઠાર માર્યા છે. પોલીસનો દાવો છે કે આ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવમાં આવ્યા હતા, જ્યાં આ ચારેયે ભાગવાની કોશઇશ કરી, જેના પર પોલીસે ગોળી મારી દીધી.

હૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપીહૈદરાબાદ ગેંગરેપ કેસઃ ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં ભાગવાની કોશિશમાં ઠાર મરાયા ચારે આરોપી

English summary
hyderabad police press conference doctor murder accused fired first at police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X