For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચા અને કોફીમાં ટોયલેટ નું પાણી વાપરતા ઠેકેદાર પર 1 લાખનો દંડ

હાલમાં જ ટ્રેનના ટોયલેટમાં વેન્ડરો ઘ્વારા ચા અને કોફીમાં પાણી ભેળવવાનો વીડિયો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં જ ટ્રેનના ટોયલેટમાં વેન્ડરો ઘ્વારા ચા અને કોફીમાં પાણી ભેળવવાનો વીડિયો સામે આવ્યો છે. રેલવે મંત્રાલય ઘ્વારા આ મામલાને ધ્યાનમાં રાખીને તેની સામે કાર્યવાહી કરી છે. ટ્રેનના ટોયલેટ થી ચી અને કોફીમાં માટે પાણી ભરવાનો વીડિયો સાચો માનતા રેલવે ઘ્વારા ઠેકેદાર પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

Hyderabad Railway vendor

રેલવે તરફથી જાહેર કરવા,આ આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ ઘટના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ચેન્નાઇ સેન્ટ્રલ - હૈદરાબાદ ચારમિનાર એક્સપ્રેસની છે. આ મામલે જાંચ કર્યા પછી વેન્ડર દોષી મળતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી. રેલવે ઘ્વારા આ મામલે સિકંદરાબાદ અને કાંજીપેટ વચ્ચે ખંડ પર કામ કરનાર ટ્રેન સાઈટ વેન્ડીંગ કોન્ટ્રાક્ટર પી શિવપ્રસાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દોષી વેન્ડર તેની અંડરમાં કામ કરતો હતો. તેમને જણાવ્યું કે શિવપ્રસાદ પર એક લાખ રૂપિયા દંડ લગાવવામાં આવ્યો છે.

આ ઘટના ડિસેમ્બર 2017 દરમિયાન થયી છે અને છેલ્લા કેટલાક સમયથી આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારપછી રેલવે ઘ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ રેલવે ખોરાક અને પીણાં માટે ગંભીર ફરિયાદો આવતી રહી છે. પરંતુ આ ઘટના સામે આવ્યા પછી ફરી એકવાર રેલવેના કામકાજ પર સવાલ ઉભા થવા લાગ્યા છે.

English summary
Hyderabad Railway vendor fined rs 1 lakh for using train toilet water to prepare tea and coffee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X