હૈદરાબાદઃ મહિલાએ 2 પુરુષો સાથેના અફેર સામે વાંધો ઉઠાવતી માતાની કરી હત્યા

એક અત્યંત ચોંકાવનારા કિસ્સામાં એક મહિલાએ 2 પુરુષો સાથેના અફેર સામે વાંધો ઉઠાવતી તેની માતાની તેના બૉયફ્રેન્ડની મદદથી હત્યા કરી દીધી હતી.

એક અત્યંત ચોંકાવનારા કિસ્સામાં એક મહિલાએ 2 પુરુષો સાથેના અફેર સામે વાંધો ઉઠાવતી તેની માતાની તેના બૉયફ્રેન્ડની મદદથી હત્યા કરી દીધી હતી અને માતાના શબની બાજુમાં જ પોતાના બૉયફ્રેન્ડ સાથે ત્રણ દિવસ એકસાથે વીતાવ્યા હતા. આ ઘટના 18 ઓક્ટોબરના રોજ હૈદરાબાદના હયાતનગર બ્લોકના મુનાગનર ગામમાં બની હતી. પોલિસે આરોપીની ધરપકડ કરતા સમગ્ર કેસ સોમવારે પ્રકાશમાં આવ્યો હતો.

murder

કીર્તિ રેડ્ડી નામની 19 વર્ષીય યુવતીએ તેની 39 વર્ષીય માતા રાજીતાની હત્યા કરી દીધી હતી કારણકે તેની માતા તેને બે યુવકો સાથે સંબંધ રાખવાની ના પાડી રહી હતી. 18 ઓક્ટોબરના રોજ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીની કીર્તિએ તેની માતાનુ ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી જ્યારે તેના બૉયફ્રેન્ડે તેના પગ પકડી રાખ્યા હતા. યુવતી અને તેના બૉયફ્રેન્ડે શબને ઘરમાં જ રાખી મૂક્યુ અને ત્રણ દિવસ સુધી સાથે રહ્યા. દૂર્ગંધ અસહ્ય બની ગયા પછી તેમણે મૃતદેહને રામન્નાપેટ નજીક રેલવે ટ્રેક પર નાખી દીધો.

જ્યારે કીર્તિના પિતા શ્રીનિવાસ રેડ્ડી કે જેઓ એક ટ્રક ડ્રાઈવર છે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તે માતા વિશે એકદમ અજાણી બની ગઈ. તેણે તેના પિતાને કહ્યુ કે તે વિશાખાપટ્ટનમ ગઈ હતી અને પાછી આવ્યા પછી તેણે માતાને જોઈ નથી. શ્રીનિવાસ રેડ્ડીએ પોલિસમાં ફરિયાદ નોંધાવી. કીર્તિએ આપેલા નિવેદનોમાં અસંગતતા દર્શાતા પોલિસને કંઈ શંકાસ્પદ જણાયુ. પૂછપરછ દરમિયાન કીર્તિએ ગુનો કબૂલી લીધો. પોલિસે જણાવ્યુ કે વધુ તપાસ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X