For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશુતોષ બાદ હવે આશિષ ખેતાને છોડ્યો AAP નો સાથ, આપ્યુ રાજીનામુ

આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. આશુતોષ બાદ હવે વધુ એક સાથીએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. આશુતોષ બાદ હવે વધુ એક સાથીએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. આશિષ ખેતાને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. ખેતાને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામુ સોંપતા કહ્યુ કે હવે તે પોતાની વકીલાતની પ્રેકટીસ કરશે.

ashish khetan

આશિષ ખેતાને ટ્વિટ કરીને લખ્યુ કે અત્યારે મારુ ધ્યાન સંપૂર્ણપણે પોતાની લૉ પ્રેકટીસ પર છે એટલા માટે હું સક્રિય રાજકારણથી દૂર છુ. આ પહેલા આશિષ ખેતાને દિલ્હી ડાયલોગ કમિશનના વાઈસ ચેરમેન પદેથી રાજીનામુ આપ્યુ હતુ. ખેતાનના રાજીનામા બાદ કેજરીવાલ અત્યારે તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.

એક તરફ આશિષ ખેતાન રાજીનામા પાછળ પર્સનલ કારણો દર્શાવી રહ્યા છે તો વળી, સૂત્રોનું માનવુ છે કે તેઓ નવી દિલ્હીની લોકસભા સીટ પર ફરીથી ચૂંટણી લડવા ઈચ્છે છે જ્યારે પક્ષ આ સીટ પર નવો ચહેરો ઉતારવા ઈચ્છે છે. આ વાતથી નારાજ ખેતાને રાજીનામુ આપ્યુ છે.

વળી તેમના નજીકના લોકોનું માનવુ છે કે તેઓ કાયદાના ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે એટલા માટે તેમણે પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે. જો કે કેજરીવાલ ઈચ્છે છે કે અભ્યાસ માટે તેઓ પક્ષમાંથી રજા લઈ લે અને અભ્યાસ પૂરો થયા બાદ ફરીથી પક્ષના કામમાં જોડાઈ જાય. જો કે આશુતોષ બાદ હવે આશિષે રાજીનામુ આપીને પક્ષની મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદકઆ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક

English summary
I am completely focussed on my legal practice and not involved in active politics at the moment. Rest is all extrapolation, tweets AAP leader Ashish Khetan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X