• search

હું કાયર નથી, જે અમૃતા સાથેનો મારો સંબંધ છુપાવું: દિગ્વિજય

By Kumar Dushyant

નવી દિલ્હી, 1 મે: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ટીવી પત્રકાર અમૃતા રાયની સાથે પોતાના સંબંધ પર ગુરૂવારે મીડિયા સામે કહ્યું કે હું કાયર નથી જે પોતાના સંબંધને છુપાવું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 67 વર્ષીય નેતા દિગ્વિજય સિંહે બુધવારે ટ્વિટરના માધ્યમથી એક મહિલા પત્રકારની સાથે પોતાના સંબંધ હોવાની અને તેમની સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા ફેલાઇ ગઇ હતી.

દિગ્વિજય સિંહની એક પરણિત મહિલા પત્રકાર સાથે સંબંધોની સ્વીકારોક્તિ બાદ તેમના અને અમૃતા રાયના પ્રેમનો ઇઝહાર ખુલીને સામે આવ્યો છે. તેમની વચ્ચે સંબંધોને લઇને કેટલીક અંગત તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયાએ અંતે દિગ્વિજય સિંહને અમૃતા રાયની સાથે પોતાના સંબંધને વ્યક્ત કરવા માટે મજબૂર કરી દિધા. એક દિવસ પહેલાં સુધે દિગ્વિજય સિંહ પોતાના સંબંધથી મનાઇ કરી રહ્યાં હતા.

જો કે 67 વર્ષીય દિગ્વિજય સિંહે અમૃતા રાય (42)ની સાથે પોતાના સંબંધને લઇને એક દિવસ પહેલાં સ્વિકારવાની મનાઇ કરી દિધી હતી. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું કે મને આ સ્વિકાર કરવામાં કોઇ ખચકાટ નથી છે મારે અમૃતા રાય સાથે સંબંધ છે. તેમણે તથા તેમના પતિએ પરસ્પર સહમતિથી પહેલાં જ છુટાછેડાનો કેસ દાખલ કરી દિધો ચે. જેવો જ ચૂકાદો આવશે, અમે તેને ઔપચારિક રૂપ આપી દઇશું. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પરંતુ અમારા અંગત જીવનમાં ઘુસણખોરીની ભર્ત્સના કરું છું. દિગ્વિજય સિંહની પત્ની આશાનું ગત કેટલાક વર્ષોની લાંબી બિમાર બાદ નિધન થયું હતું. તેમની ચાર પુત્રીઓ તથા એક પુત્ર છે.

જીવનના ચોથા દાયકામાં ચાલી રહેલી અમૃતા રાયે પણ ટ્વિટ કર્યું કે તે પોતાના પતિથી છુટાછેડા કર્યા બાદ દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે હું મારા પતિથી અલગ થઇ ગઇ છું અને અમે પરસ્પર સહમતિથી છુટાછેડાના કાગળ દાખલ કરી દિધા છે. ત્યારબાદ મેં દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. અમૃતા રાયે આરોપ લગાવ્યો કે તેમનું ઇમેલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે મારું ઇમેલ (કોમ્યુટર) હેક કરવામાં આવ્યું અને વિષય સામગ્રી સાથે છેડછાડ કરવામાં આવી. કોંગ્રેસના મહાસચિવ શકીલને જ્યારે પાર્ટીની મીડિયા બ્રીફીંગમાં આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ વિશે અવગત નથી.

બીજી તરફ, અમૃતા રાયના પતિએ કહ્યું કે દંપતિ વચ્ચે સંબંધ પહેલાંથી ખતમ થઇ ચૂક્યા હતા અને તે પોતાના વિશે કોઇપણ નિર્ણય કરવામાં સ્વતંત્ર છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે અમે થોડા સમય પહેલાં અલગ થઇ ચૂક્યા હતા તથા પરસ્પર સહમતિથી છુટાછેડા માટે અરજી કરી દિધી છે. અમારી વચ્ચે સંબંધ ઘણા પહેલાં જ ખતમ થઇ ગયા હતા તથા અમૃતા રાય પોતાના જીવન વિશે કોઇપણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તથા હું તેમનું સન્માન કરીશ. અમૃતા રાયના પતિએ બધાને અનુરોધ કર્યો હતો કે તેમની નિજતાનું સન્માન કરવામાં આવે અને તેને આ મુદ્દે કોઇ શર્મસાર કરનાર સ્થિતી ઉત્પન્ન કરવામાં ન આવે. જો કે તેમણે એમપણ કહ્યું હતું કે આ તેમના માટે એકદમ દુખદાયી સમય છે. તેમના પતિએ કહ્યું કે આ એક કાનૂની પ્રક્રિયા છે, તેમાં પોતાનો સમય છે, પરંતુ અમારા સંબંધ ઘણા સમય પહેલાં ખતમ થઇ ગયા હતા.

બીજી તરફ ભાજપે કહ્યું કે આ નૈતિકતાનો પ્રશ્ન હોવાની સાથે ગુનાની શ્રેણીમાં આવે છે અને તેના માટે દિગ્વિજયને સજા પણ થઇ શકે છે. ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ અહીં ગુપ્ત લગ્ન સંભવ નથી. એક વકીલ હોવાના નાતે હું કહી શકું છું કે હજુ છુડાછેડા થયા નથી અને કેસ યૌન સંબંધનો છે. નેતૃત્વને તેનું સંજ્ઞાન લેવું જોઇએ.

English summary
Senior Congress leader Digvijaya Singh on Thursday said he will formalize his relationship with television journalist Amrita Rai when her divorce comes through, ANI reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X