For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારે તો ખાલી પાસ થવું હતું પરંતુ બચ્ચાં ચાચાએ ટોપ કરાવી આપ્યું...

By Desk
|
Google Oneindia Gujarati News

બિહાર ટોપર્સ વિવાદ બાદ આર્ટ્સની ફર્ઝી ટોપર રુબી રાયની ધરપકડ બાદ તેને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવી છે. ધરપકડ દરમિયાન એસઆઈટી પૂછતાછ દરમિયાન તેણે કૌભાંડથી જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા હતા.

રુબીએ વિશેષ ટીમના સવાલો ના જવાબમાં કહ્યું કે તેને ખાલી પાસ થવું હતું પરંતુ બચ્ચાં ચાચા એ તેને ટોપ કરાવી આપ્યું. રીવ્યુ ટેસ્ટમાં ફેલ થઈ ચુકેલી રુબી એ કહ્યું કે તે ગામડાંમાં રહેવાવાળી છોકરી છે તેને ખબર નથી કે તે કઈ રીતે ટોપ કરી ગયી.

રુબીએ કહ્યું કે પરીક્ષામાં જતી વખતે તેના પિતાએ તેને કહ્યું હતું કે રોલ નંબર અને સહી બરાબર કરજે બાકીનું તેઓ જોઈ લેશે. શુ થયું આગળ તે જાણો અહીં...

રુબી રાય

રુબી રાય

રુબીએ કહ્યું કે આ મામલાના માસ્ટર માઈન્ડ બચ્ચાં રાય તેના પિતાના મિત્ર છે. રુબીને પરીક્ષા સેન્ટર સુધી મુકવા તેના પિતા જ આવ્યા હતા.

રુબી રાય

રુબી રાય

રુબીના પિતાએ તેને કહયું હતું કે પરીક્ષામાં જે પણ આવડે તે લખી દેજે. રુબીએ કહ્યું કે તે પરીક્ષામાં જાતે બેઠી હતી.

સેટિંગ

સેટિંગ

રુબીએ કહ્યું કે તેને પરીક્ષામાં જે પણ આવડતું હતું તે તેને લખ્યું પરંતુ બાદમાં તેના પિતા અને દાદાએ શું સેટિંગ કર્યું તેના વિશે તેને કંઈ જ ખબર નથી.

રુબી રાય

રુબી રાય

રુબીએ જણાવ્યું કે પરીક્ષા પછી તેના પિતાએ પૂછ્યું હતું કે તેને કયું ડિવિઝન જોઈએ છે?

રુબી રાય

રુબી રાય

રુબીએ કહ્યું કે તેનું પેપર સારું ગયું નહતું, પરંતુ તેમ છતાં તે ટોપ કંઈ રીતે થઇ ગઇ તેના વિશે તેને ખબર નથી.

English summary
Disgraced former Bihar board topper Ruby Rai told the police on Sunday that she never expected to top the Class 12 examination and just wanted to simply pass the test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X