For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરસ્કાર નહીં મળતા સુશીલ કુમાર નારાજ: કોને મળ્યો પદ્મ ભૂષણ?

|
Google Oneindia Gujarati News

sushil kumar
નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ભારત માટે બેઇજીંગ ઓલિમ્પિક 2008માં કાંસ્ય પદક અને લંડન ઓલિમ્પિક 2012માં રજત પદક જીતનાર પહેલવાન સુશીલ કુમારનું કહેવું છે કે તેઓ નિરાશ છે કે ભારત સરકાર તરફથી તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે પદ્મભૂષણ મેળવનારા ખેલાડીઓમાં પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડ અને ઓલિમ્પિક 2012માં 51 કિલોગ્રામ વર્ગમાં કાસ્ય પદક જીતનાર મહિલા બોક્સર મેરિકોમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પદ્મશ્રી પુરસ્કાર મેળવનારાઓમાં ઓલિમ્પિકમાં રજત પદક વિજેતા વિજય કુમાર, પર્વતારોહી પ્રેમલતા અગ્રવાલ, પહેલવાન યોગેશ્વર દત્ત, પૈરાએથલીટ એચએસ ગિરીશા, મુક્કેબાજ એન ડિંકોસિંહ અને નૌકાચાલન સાથે જોડાયેલા લાલ તાખડનો સમાવેશ થાય છે. જોકે ભારત માટે ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનાર સુશીલ કુમારને પદ્મ ભૂષણ માટે નહી ચૂંટવા એ ચોંકાવનારી બાબત છે.

આ ઉપરાંત સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ સુપર સ્ટાર રાજેશ ખન્ના અને કોમેડિયન જશપાલ ભટ્ટીને મરણોપરાંત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે શ્રીદેવીને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ઋતુ કુમાર અને વિજય કુમારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રોફેસર યશપાલ, હૈદર રજા, રઘુનાથ મહાપાત્રા, આર.નરસિમ્હાને પદ્મ વિભૂષણ થકી સન્માનિત કરવામાં આવ્યા. બોલીવુડ કલાકાર શર્મિલા ટેગોરને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવશે.

English summary
I didnt expect to be ignored for the Padma Bhushan, says Olympian Sushil Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X