For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવારનો ફડણવીસને જવાબ, કહ્યું - મેં જ ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવવા માટે આગ્રહ કર્યો હતો

NCPના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા મહા વિકાસ આઘાડી (MVA)ની રચના બાદ તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્ર બનવા આગ્રહ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : NCPના અધ્યક્ષ શરદ પવારે શનિવારના રોજ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા મહા વિકાસ આઘાડી (MVA)ની રચના બાદ તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્ર બનવા આગ્રહ કર્યો હતો. શરદ પવારનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે, ઠાકરેએ મુખ્યમંત્રી બનવાની તેમની મહત્વાકાંક્ષા છૂપાવી રાખી હતી અને રાજ્યના વડા તરીકે શિવસૈનિકની નિમણૂકની વાત કરી હતી.

શરદ પવાર

પવારે પૂણે જિલ્લાના પિંપરી ચિંચવાડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રની શિવસેના, NCP અને કોંગ્રેસની ત્રિપક્ષીય સરકારને અસ્થિર કરવા માટે વિવિધ એજન્સીઓનો આશરો લઈ રહી છે. તેમણે કહ્યું કે, ભાજપે વધતી જતા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે મૌન ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવા છતાં ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી રહી નથી.

શરદ પવારે જણાવ્યું કે, ત્રણેય પક્ષોના નેતાઓ દ્વારા ઠાકરે (એમવીએ) ચૂંટાયા હતા. મારા સિવાય, ઘણા લોકોએ એમવીએમાં ફાળો આપ્યો છે. જ્યારે અમે MVA ની રચના અને ગઠબંધનના નેતૃત્વ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી, ત્યારે મેં તેમને (ઉદ્ધવ ઠાકરે) મુખ્યમંત્રી બનવા જણાવ્યું હતું. મેં આ લોકોને બાળપણથી જોયા છે. (શિવસેનાના સ્થાપક) બાળાસાહેબ ઠાકરે અને મારી વચ્ચે રાજકીય મતભેદો હતા, પરંતુ અમે એકબીજાની નજીક હતા.

NCP પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે, મેં વિચાર્યું કે મહારાષ્ટ્ર માટે યોગદાન આપનારા વ્યક્તિનો પુત્ર મુખ્યમંત્રી કેમ નથી બની શકતો, અને મેં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવા વિનંતી કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સાથે કામ કર્યું છે, તેથી તેઓ જાણે છે કે ઉદ્ધવ ઠાકરે કેવા છે. તેમણે વારંવાર પૂછવાનું બંધ કરવું જોઈએ કે ઉદ્ધવ મુખ્યમંત્રી કેવી રીતે બન્યા. ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, MVA સરકાર અનૈતિક રીતે બનાવવામાં આવી હતી. પવારે તેના જવાબમાં જણાવ્યું કે, ફડણવીસ આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. કારણ કે, તેઓ બીજી વખત મુખ્યમંત્રી ન બની શકે. પવારે જણાવ્યું હતું કે, એમવીએ સરકાર તેની પાંચ વર્ષની મુદ્દત પૂરી કરશે અને ઘટક દળને (2024 ની ચૂંટણીમાં) ફરીથી ચૂંટવામાં આવશે. કેન્દ્ર મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે.

આ સાથે શરદ પવારે આરોપ લગાવ્યો કે, કેસની તપાસ માટે સીબીઆઈને રાજ્ય સરકારોની પરવાનગીની જરૂર છે, પરંતુ મહારાષ્ટ્રમાં આવું થઈ રહ્યું નથી. અહીં કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે.

NCBની ટીકા કરતા પવારે જણાવ્યું કે, કેટલાક પ્રત્યક્ષદર્શીઓ જેમના નિવેદનો એજન્સીએ નોંધ્યા છે તે ગુનેગારો છે. નવાબ મલિક એનસીપીના પ્રવક્તા છે અને તેમના પર સીધો હુમલો કરી શકાય નહીં, તેથી કેન્દ્ર સરકાર એજન્સી (એનસીબી) નો ઉપયોગ કરીને તેમના જમાઈને નિશાન બનાવી રહી છે. આર્યન ખાનનું નામ લીધા વગર પવારે કહ્યું કે, NCB કોઈને પણ ઉપાડે છે અને આરોપ લગાવે છે કે, તેમની પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી છે.

English summary
Sharad Pawar says he had insisted that Uddhav Thackeray become chief minister of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X