For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદને રોકવા રાજીનામુ આપ્યું : અશ્વિની કુમાર

|
Google Oneindia Gujarati News

ashwini-kumar
નવી દિલ્હી, 11 મે : કોલગેટ પ્રકરણમાં પોતાના પક્ષે સફાઇ રજૂ કરતા પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમારે શનિવારે જણાવ્યું કે તેમના રાજીનામાનો અર્થ એ નથી કે તેમણે કશુંક ખોટું કર્યું છે. અશ્વિનીએ જણાવ્યું કે તેઓ પાર્ટીના વફાદાર સિપાહી છે.

એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે તેમણે શુક્રવારે કાયદા પ્રધાન તરીકે રાજીનામુ એટલા માટે આપ્યું છે કે વિવાદનો અંત લાવી શકાય. કોલસા બ્લોક ફાળવણીના કેસમાં તેમના નામને લઇને કારણ વગરનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ મુદ્દૈ ન્યાય અને સચ્ચાઇની જીત થશે. અશ્વિનીએ જણાવ્યું કે આજે પણ તેમને કોંગ્રેસના બધા જ નેતાઓનું સમર્થન પ્રાપ્ત છે.

ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી પવન કુમાર બંસલ અને કાયદા મંત્રી અશ્વિની કુમારે શુક્રવારે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહને મળીને પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું. રેલવે લાંચ કૌભાંડમાં પવન બંસલનું નામ આવતા તેમણે રાજીનામુ આપી દીવું પડ્યું હતું.

English summary
I have resigned to stop controversy : Ashwani Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X