અરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી બોલ્યા, 'મને મારા દોસ્તની ખૂબ યાદ આવે છે'
નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ છે. એક વર્ષ પહેલા આજના જ દિવસે તેમણે દુનિયાને અલવિદા કહી હતી. અરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને યાદ કરીને ટ્વિટ કર્યુ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ છે કે તેમને પોતાના દોસ્તની ખૂબ યાદ આવે છે. પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટ કરીને અરુણ જેટલીને યાદ કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે, 'આ દિવસે, ગયા વર્ષે, આપણે અરુણ જેટલીને ગુમાવી દીધા હતા. મને મારા દોસ્તની ખૂબ યાદ આવે છે. અરુણ જેટલીજીએ ખૂબ લગનથી ભારતની સેવા કરી. તેમની બુદ્ધિ, કાનૂની કૌશલ અને વ્યક્તિત્વ મહાન હતુ.' આ સાથે પ્રધાનમંત્રી મોદીએ જેટલીની યાદમાં આપેલ ભાષણનો એક વીડિયો પણ શેર કર્યો છે. વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, 'અરુણ જેટલીજી એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વક્તા અને એક મહાન વ્યક્તિ હતા જેમની ભારતીય રાજનીતિમાં કોઈ સમાનતા નહોતી. તે બહુ આયામી અને મિત્રોના મિત્ર હતા જે હંમેશા પોતાની પરિવર્તનકારી દ્રષ્ટિ અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવશે.'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યુ, 'પ્રખર નેતા, વિચારક, પદ્મભૂષણથી સમ્માનિત પૂર્વ નાણામંત્રી સ્વ. શ્રી અરુણ જેટલીજીની પ્રથમ પુષ્ણતિથિ પર તેમને શત શત નમન. રાષ્ટ્ર નિર્માણમાં તેમની જનકલ્યાણકારી નીતિઓ તેમજ યોજનાઓના અપ્રતિમ યોગદાન સદૈવ યાદ કરવામાં આવશે.' વળી, ભાજપના અધિકૃત ટ્વિટર અકાઉન્ટથી પણ ટ્વિટ કરીને અરુણ જેટલીને યાદ કરવામાં આવ્યા છે. આમાં લખવામાં આવ્યુ છે, 'પ્રતિષ્ઠિત વિદ્વાન, સંચાલક, વકીલ, પ્રશાસક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, પદ્મ વિભૂષણ અરુણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ. વિવિધ ક્ષેત્રોમાં શાનદાન જ્ઞાન અને અનુકરણીય યોગદાનનો તેમનો વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરશે.'
On this day, last year, we lost Shri Arun Jaitley Ji. I miss my friend a lot.
— Narendra Modi (@narendramodi) August 24, 2020
Arun Ji diligently served India. His wit, intellect, legal acumen and warm personality were legendary.
Here is what I had said during a prayer meeting in his memory. https://t.co/oTcSeyssRk
સુશાંત સિંહને આ રિસોર્ટમાં રિયાએ બળજબરીથી 2 મહિના સુધી કેમ રાખ્યા હતા?