• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં મેં ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયો હતો : નરેન્દ્ર મોદી - BBC TOP NEWS

By BBC News ગુજરાતી
|

બીબીસી હિંદીના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકા ખાતે આયોજિત બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણજયંતીના કાર્યક્રમમાં કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં મેં ભાગ લીધો છે અને હું જેલમાં પણ ગયો છું.

તેમણે કહ્યું, "20-22 વર્ષની ઉંમરમાં અનેક સાથીઓની સાથે મેં બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને આના સમર્થનમાં મેં મારી ધરપકડ વહોરી હતી."

મોદીએ કહ્યું, "બાંગ્લાદેશ માટે 'મેં જેલની યાત્રા પણ કરી છે.' બંગબંધુ શેખ મુજિબુર રહેમાન વિશે તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં નક્કી કરી દેવાયું હતું કે કોઈ પણ તાકાત બાંગ્લાદેશને ગુલામ બનાવી શકતી નથી."

વડા પ્રધાનના બાંગ્લાદેશ જવાના અઠવાડિયા પહેલાં બંગબંધુ શેખ મુજિબને 2020મો ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંદિરા ગાંધીને યાદ કરીને એમ પણ કહ્યું કે બાંગ્લાદેશના ગઠનમાં ઇંદિરા ગાંધીના યોગદાનનું સૌ સમ્માન કરે છે, આ દેશના ગઠનમાં તેમના પ્રયાસો ન ભુલાય એવા છે.

તેમણે વધુમાં કહ્યું, "આજે ભારતીય સૈન્યના એ વીર જવાનોને હું નમન કરું છું, જેઓ મુક્તિયુદ્ધમાં બાંગ્લાદેશની સાથે ઊભેલા છે."


નરેન્દ્ર મોદીની માત્ર દાઢી વધે છે, અર્થતંત્ર નહીં : મમતા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નબળા અર્થતંત્રમાં માત્ર નરેન્દ્ર મોદીની જ દાઢી વધે છે.

મમતા બેનરજીએ પશ્ચિમ મેદનીપુર જિલ્લાની ચૂંટણીસભામાં કહ્યું, "તેઓ પોતાની જાતને વિવેકાનંદ, ક્યારેક રવીન્દ્રનાથ ટાગોર કહે છે અને હવે તેમણે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર આપ્યું. લાંબી દાઢી કોઈને રવીન્દ્રનાથ ટાગોર બનાવતી નથી."

મમતાએ આગળ કહ્યું, "ભારતનું અર્થતંત્ર નીચે જતુ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ આપણા દેશમાં રોકાઈ ગયો છે, માત્ર દાઢી વધી છે."

"ભાજપ પાસે બે ઉમેદવારો છે, એકે દિલ્હીથી માંડીને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હિંસા કરી છે અને બીજા વિશે તો હું શું કહું? મને લાગે છે કે તેમના મગજમાં કંઈક ખોટું છે."


પુડ્ડુચેરી : ભાજપ પર આધાર કાર્ડનો ઉપયોગ ખોટી રીતે કરવાનો આરોપ, હાઈકોર્ટે નારાજ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર મદ્રાસ હાઈકોર્ટ પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીને લઈને દાખલ થયેલી અરજીને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચ પર નારાજગી વ્યક્ત કરી છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે અહીં આધાર ડિટેઇલનો ચૂંટણીના કૅમ્પેનમાં ઉપયોગ કર્યો છે. આરોપ છે કે આધાર નંબર પરથી ફોન નંબર કાઢવામાં આવ્યા છે.

આ ઘટનાને ગંભીર ગણાવીને હાઈકોર્ટે કહ્યું, "ચૂંટણીપંચ કહી રહ્યું છે કે સાઇબર ક્રાઇમ ડિવિઝન આની તપાસ કરી રહ્યું છે તો આ મુદ્દાને ટાળવાનું વલણ નહીં ચાલે."

"જ્યારે ચૂંટણીપંચ દરેક બીજા મુદ્દા પર પોતાની વર્ચસ્વતા અને સક્રિયતા દેખાડે છે, તો આ મુદ્દા પર જરૂરી ગંભીરતા દેખાડે અને તરત તપાસ કરે."

ચૂંટણીપંચને 30 માર્ચ સુધીમાં તપાસ કરીને ફૂલ રિપોર્ટ ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્રમાં હિટ-વેવની ચેતવણી, સામાન્ય તાપમાનથી 7.5 ડિગ્રી તાપમાન વધશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સોમવાર સુધી હિટ-વેવની ચેતવણી આપી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના તાપમાનમાં સામાન્ય તાપમાનથી 7.5 સેલ્સિયસ ડિગ્રીનો વધારો જોવા મળશે.

હવામાન વિભાગે લોકોને હિટ-વેવથી બચવા માટે જરૂરી પગલાં લેવાં અપીલ કરી છે.

શુક્રવારે ભુજમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. પોરબંદરમાં પણ 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી છથી સાત ડિગ્રી વધારે છે.https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
I took part in the freedom struggle of Bangladesh and even went to jail: Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X