For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફર્રુખાબાદમાં આંદોલનની કેજરીવાલને મંજૂરી નહીં

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવીદિલ્હી, 27 ઑક્ટોબરઃઇન્ડિયા એગેન્સ્ટ કરપ્શન(આઇએસી)ના નેતા અરવિંદ કેજરીવાલને કાયદામંત્રી સલમાન ખુર્શીદ વિરુદ્ધ આંદોલન કરવા માટે ફર્રુખાબાદમાં મંજૂરી આપવામાં આવી નથી. આઇએસી તરફથી ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં આવાસ વિકાસ વિભાગના મેદાનમાં સભા કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પરિષદે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે.

કાયદામંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર ગોટાળાના આરોપ છે અને અરવિંદ કેજરીવાલ પોતાની ટીમ સાથે ફર્રુખાબાદમાં પહેલી નવેમ્બરથી આંદોલન કરવાના છે. ફર્રુખાબાદ સલમાન ખુર્શીદનો સંસંદીય વિસ્તાર છે.

મેદનની મંજૂરી નહીં મળવા બદલ આઇએસીએ કહ્યું કે, મંજૂરી મળે કે ના મળે અમે આંદલોન કરીશું. નોંધનીય છે કે ન્યૂઝ ચેનલ આજતકના ખુલાસા બાદ સલમાન ખુર્શીદ પર ગોટાળાના આરોપ લાગ્યા હતા, ત્યાર બાદથી અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમના સભ્યોએ ખુર્શીદ મોર્ચો ખોલ્યો હતો. જો કે, સલમાન ખુર્શીદે આરોપોને ખારીજ કર્યા હતા.

English summary
Arvind Kejriwal-led India Against Corruption (IAC) has been denied permission by the Uttar Pradesh government to hold a rally at the UP Housing Development department in Farrukhabad next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X