ચીન બોર્ડર નજીક ઉડાણ ભરતા IAFના ફાઈટર જેટ તેજસનો વીડિયો, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે તણાવના અહેવાલ છે. આ અહેવાલો વચ્ચે ભારતીય એરફોર્સના ફાઈટર જેટ તેજસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેજસને લદ્દાખમાં ઉડાણ ભરતા જોઈ શકાય ચે. દાવ કરવમાં આવી રહ્યો છે કે ચીની હેલીકોપ્ટર એલએસી નજીક જોવા મળ્યા બાદથી અહીં તેજસ સતત ઉડાણ ભરી રહ્યું છે. જો કે ટ્વીટર પર જે વીડિયો શેર થઈ રહ્યો છે તે ઘણો જૂનો છે અને હાલ એલએસી પર તેજસ નથી.
2015નો છે વીડિયો
તેજનો જે વીડિયો સામે આવ્યો છે તે વર્ષ 2015નો છે. તે સમયે તેજસને લદ્દાખના મુશ્કેલ વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે લદ્દાખનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું અને તેજસે આ ટેસ્ટ પાસ કરી લીધો હતો. દેસી ફાઈટર જેટ તેજસે વર્ષ 2013માં ઈનીશિએલ ઓપરેશન સર્ટિફિકેટ એટલે કે આઈઓસી હાંસલ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં લાઈટ કમ્બેટ એરક્રાફ્ટ તેજસે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય ર સફળ લેન્ડિંગને અંજામ આપ્યો હતો. નેવી માટે આ પહેલો અવસર હતો જ્યારે દેશમાં બનેલ ફાઈટર જેટને સફળતાપૂર્વક વિક્રમાદિત્ય પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
27 મેના રજ સુલૂરમાં તેજસની બીજી સ્ક્વાડ્રન
તેજસની બીજી સ્ક્વાડ્રન 27 મેના રોજ તમિલનાડુથી સુલૂરમાં કમીશંડ થશે. આ સ્ક્વાડ્રનમાં હાલ એક જ તેજસ હશે અને સ્ક્વાડ્રનનો ઉદ્દેશ્ય ફાઈટર જેટ માટે ફાઈનલ ઓફરેનલ ક્લીયરન્સ હાંસલ કરવાનો છે. આ એરબેસ પર તેજસની પહેલી સ્ક્વાડ્રન પણ છે. આઈએએફ તરફથી 40 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 40 ઉપરાંત 83 એલસીએ એમકે-1એ તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. માર્ચમાં રક્ષા મંત્રાલયે 38000 કરોડથી આ ઓર્ડરને મંજૂરી આપી હતી.
ચીને ભારતીય જવાનોને પકડ્યા બાદ છોડી દીધા, બંને દેશ વચ્ચે તણાવ વધ્યો