ભારતીય વાયુસેના ખરીદશે 12 હેલીકોપ્ટર
અધિકારીઓએ જણાવ્યું કે વાયુસેના પાસે લેહ અને જમ્મૂ કાશ્મીરના થોઇસેમાં તૈનાત ચીતા-ચેતક હેલીકોપ્ટર્સની પોતાની કેટલીકસ્ક્વાડ્રન છે. આ હેલીકોપ્ટર વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ સ્થળ પર તેનાત સેનાના જવાનોમાં હવાઇ રસદ પહોંચાડે છે. તેમણે કહ્યું કે ચીતલ હેલીકોપ્ટર એ માટે ખરીદવામાં આવે છે કારણ કે નવી લાઇઠ યુટિલિટી હેલીકોપ્ટર(એલયુએચ) હાંસલ કરવામાં વિંલબ થઇ રહ્યું છે.
આ વિલંબ હાલમાં ખરીદ પ્રક્રિયાઓને રદ કરવાના કારણે થયું છે. એલયુએચના હેલીકોપ્ટરને વાયસેના અને થલસેનાના ચીતા-ચેતક હેલીકોપ્ટરના સ્થાને તૈનાત કરવાના હતા. રક્ષા મંત્રાલયે 197 એલયુએચ ખરીદી રહ્યું છે. જેમાંના 133 થલસેનાને આપવામાં આવશે જ્યારે બાકીના વાયુસેનાના આપવામાં આવશે.
નૌસેનાએ પણ 56 હેલીકોપ્ટર ખરીદવાની અરજી કરી છે. જે તેના વિંટેજ હેલીકોપ્ટર ચીતા અને ચેતકનું સ્થાન લેશે. આધુનિકરણની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલા ભારતીય સશસ્ત્ર બળોમાં આગામી પાંચથી દસ વર્ષોમાં વિભિન્ન જરૂરિયાતો માટે એક હજારથી વધારે હેલીકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે.