આઈએએસ ઓફિસર અશોક ખેમકાનું 52મુ ટ્રાન્સફર
હરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકાનું ફરી ટ્રાન્સફર થયું છે. ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગમાં પ્રધાન સચિવના પદે કામ કરી રહેલા અશોક ખેમકાને હટાવીને વિજ્ઞાન અને તકનીકી વિભાગના પ્રધાન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અરાવલી પર પ્રાઇવેટ દખલ અંગે પોતાના નિવેદન પછી હરિયાણા સરકારે અશોક ખેમકા સહીત 9 આઈએએસ ઓફિસરનું ટ્રાન્સફર કર્યું છે.
ખેલ વિભાગના પ્રધાન સચિવ તરીકે અશોક ખેમકાની નિયુક્તિ 13 નવેમ્બર 2017 દરમિયાન થઇ હતી. ખેલ મંત્રી અનિલ વીજે જાતે અશોક ખેમકાને માંગીને પોતાના વિભાગમાં લીધા હતા. ત્યારથી તેઓ કેબિનેટ મંત્રી અનિલ વીજના ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગના એડિશનલ ચીફ સેકેટરી હતા. 53 વર્ષના અશોક ખેમકા 1991 ની બેચના આઇએએસ અધિકારી છે. 27 વર્ષના કરિયરમાં આ તેમનું 52મુ ટ્રાન્સફર છે. અશોક ખેમકા રોબર્ટ વાડ્રા અને ડીએલએફ લેન્ડ ડીલને કેન્સલ કર્યા પછી ચર્ચામાં આવ્યા હતા.
ખેમેકાએ અરવલીમાં એકીકરણ શરૂ કરવાના હરિયાણા સરકારના નિર્ણયને વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ, જ્યારે ખેમેકા 2012 માં સેન્સર ડિરેક્ટર જનરલ હતા, ત્યારે તેમણે અરવલી વિસ્તારમાં એકીકરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમનો અભિપ્રાય છે કે આનાથી અરવલીની ઇકો સિસ્ટમ દૂર થઈ જશે અને દિલ્હીની રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ વધશે.