For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાથી બદલી થઇને કેન્દ્રમાં તૈનાત થશે IAS અશોક ખેમકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ashok-khemka
નવી દિલ્હી, 15 જુલાઇ: રોબર્ટ વાઢેરાના જમીન સોદા પર સવાલ ઉઠાવીને ચર્ચામાં રહેલા આઇએએસ ઓફિસર અશોક ખેમકા ડેપ્યુટેશન કેન્દ્રમાં થવા જઇ રહ્યું છે. કેબિનેટ સચિવે તેમના ઉપર લાગેલા તમામ આરોપોને ખતમ કરતાં તેમના ડેપ્યુટેશનને લીલી ઝંડી આપી દિધી છે. ત્યારબાદ તેમણે હરિયાણા સરકારને કેન્દ્રમાં ડેપ્યુટેશનની અરજી આપી દિધી હતી.

અશોક ખેમકાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા દ્વારા હરિયાણામાં કરવામાં આવેલા જમીન સોદાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં તેને રદ કરી દિધા હતા. ત્યારબાદ હરિયાણા સરકારે તાજેતરમાં જ તેમના વિરૂદ્ધ સીબીઆઇ તપાસના આદેશ આપ્યા હતા. જો કે એક આરટીઆઇ એક્ટિવિસ્ટે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. હરિયાણા સરકારે આ આરોપોના આધાર પર આ પગલું ભર્યું હતું.

ખેમકા સરકારે ઓક્ટોબર 2012માં રોબર્ટ વાઢેરાની સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી અને ડીએલએફ યૂનિવર્સલ વચ્ચે ડીલને રદ કરી દિધી હતો. હરિયાણા સરકારે વાઢેરા અને ડીએલએફની વચ્ચે થયેલા આ સોદાને રદ કરવા છતાં પણ ખેમકા વિરૂદ્ધ ચાર્જશીટ તૈયારી કરી હતી. આરોપ હતો કે અશોક ખેમકાએ પોતાના અધિકાર ક્ષેત્રને બહાર જઇને આ ડીલને રદ કરાવી છે. અશોક ખેમકા હંમેશાથી જ કહેતા રહ્યાં છે કે હરિયાણા સરકાર વાઢેરા-ડીએલએફ ડીલમાં તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના લીધે તેમને પરેશાની વેઠવી પડે છે.

આ વર્ષે 15 માર્ચના રોજ અશોક ખેમકાએ સેંટરમાં ડેપ્યુટેશન માટે અરજી આપી હતી. અશોક ખેમકાની છબિ કરપ્શન વિરૂદ્ધ ઉઠાવનાર ઓફિસરની રહી છે. 20 વર્ષના કેરિયરમાં તેમની 49 વાર બદલી કરવામાં આવી છે.

English summary
IAS officer Ashok Khemka, against whom the Bhupinder Singh Hooda government in Haryana had sought a CBI probe, on Tuesday denied a report which claimed that he will be transferred on Central deputation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X