For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IASએ પોતાનું પરિણામ શેર કરી કહ્યુ, સીરિયસલી ના લો નંબર ગેમ, 10મામાં મને મળ્યા હતા 44.5%

છત્તીસગઢના એક આઈએએસ અધિકારી અવનીશ શરણે ફેસબુક પર પોતાનુ 10માં અને 12માં ધોરણનું પરિણામ શેર કર્યુ.

|
Google Oneindia Gujarati News

10માં અને 12માં ધોરણની પરીક્ષામાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે છે. આ તેમના જીવનનો એ પડાવ છે જ્યારે દરેક તેમને એક જ વાત કહે છે કે - અહીં માર્ક્સ બગડ્યા તો બધુ બગડ્યુ સમજો. આ જ કારણ છે કે ઘણી વાર આ પરીક્ષાઓમાં ઓછા ગુણ આવવાથી ગભરાયેલા વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીનો નિર્ણય લઈ લે છે. હાલમાં જ છત્તીસગઢ બોર્ડના 10માં ધોરણના પરિણામો જાહેર થયા હતા. અહીં ઓછા ગુણ આવવાના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પત્રકારને આપી ગાળો, મારવા માટે ઉઠાવ્યો હાથઆ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પત્રકારને આપી ગાળો, મારવા માટે ઉઠાવ્યો હાથ

IAS અધિકારીએ શેર કર્યુ પોતાનુ પરિણામ તો ચોંકી ગયા લોકો

IAS અધિકારીએ શેર કર્યુ પોતાનુ પરિણામ તો ચોંકી ગયા લોકો

ઘટનાની માહિતી મળવા પર આ પ્રકારના બાળકોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢના એક આઈએએસ અધિકારી અવનીશ શરણે ફેસબુક પર પોતાનુ 10માં અને 12માં ધોરણનું પરિણામ શેર કર્યુ અને આવા બાળકો અને માતાપિતા માટે એક લાંબી પોસ્ટ લખી. આઈએએસ અધિકારી અવનીશ શરણનું પરિણામ જોઈને લોકો જાણે ચોંકી ગયા.

10મામાં 44.5% જ્યારે 12મામાં 65%એ પાસ થયા હતા અવનીશ

10મામાં 44.5% જ્યારે 12મામાં 65%એ પાસ થયા હતા અવનીશ

સામાન્ય રીતે લોકોને લાગે છે કે આજે કોઈ અધિકારીના પદ પર તૈનાત થઈને મોટુ સ્થાન મેળવનાર લોકો બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હોય છે. એવામાં અધિકારી શરણનું પરિણામ જોઈને લોકો ચોંકી ગયા. વાસ્તવમાં ફેસબુક પોસ્ટ અનુસાર શરણે 10માં ધોરણમાં 44.5% જ્યારે 12માં ધોરણમાં 65% ગુણ મેળવ્યા હતા. આ સાથે જ ગ્રેજ્યુએશનમાં તેમણે 60.7% ગુણ મેળવ્યા છે. આ ઓછા ગુણ છતાં આજે તે મોટા અધિકારી છે.

શરણે કહ્યુ - આ નંબર ગેમ છે, પરિણામને સીરિયસલી ના લો

શરણે કહ્યુ - આ નંબર ગેમ છે, પરિણામને સીરિયસલી ના લો

પોતાના પરિણામ સાથે શરણે એક પોસ્ટમાં લખ્યુ કે - સીજી બોર્ડની પરીક્ષાના પરિણામ કાલે જાહેર કરવામાં આવ્યા. ગયા અઠવાડિયે સીબીએસઈ અને આઈસીએસઈ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આજે મે છાપામાં એક ચોંકવનારા સમાચાર વાંતચ્યા કે પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. હું બધા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને અપીલ કરુ છુ કે તે પરિણામને ગંભીરતાથી ના લે. આ એક નંબર ગેમ છે. તમને તમારુ કેલિબર સાબિત કરવા માટે ઘણા બીજા મોકા મળશે. આગળ વધતા રહો.

English summary
IAS officer shares his bad result in 10th and 12th, says- don't take number game seriously
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X