પહેલી નજરમાં પ્રેમ...લગ્ન અને પછી તલાક...જાણો હવે ક્યાં છે IAS ટીના ડાબીના પહેલા પતિ અતહર આમિર?
નવી દિલ્લીઃ વર્ષ 2015 IAS પરીક્ષાની ટૉપર ટીના ડાબી એક વાર ફરીથી ચર્ચામાં છે. ટીના ડાબી પોતાના કાબેલિયત સાથે-સાથે પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2015ની યુપીએસઈની પરીક્ષામાં ટીના પહેલો રેંક મેળવીને છવાઈ ગઈ અને પછી પોતાના લગ્ન અને બાદમાં તલાકને લઈને પણ ચર્ચામાં રહી. હવે ટીના એક વાર ફરીથી સાત ફેરા લેવા જઈ રહી છે. ટીના ડાબી ઉંમરમાં પોતાનાથી 13 વર્ષ મોટા આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે બીજા લગ્ન કરવા જઈ રહી છે. ટીનાએ ખુદ પોતાના સોશિયલ મીડિયા પેજ દ્વારા આ માહિતી આપી છે. ટીનાના બીજા લગ્ન વચ્ચે તેના પહેલા પતિ વિશે પણ લોકો સર્ચ કરી રહ્યા છે.

ટીનાના પહેલા પતિ પણ IAS અધિકારી
વર્ષ 2015માં જ્યારે ટીના UPSC ટૉપર બની ત્યારે અતહર આમિર ખાને યુપીએસઈની પરીક્ષામાં બીજો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ આ બંને જ્યારે ટ્રેનિંગ માટે મસૂરી પહોંચ્યા તો પહેલી જ નજરમાં એકબીજાને દિલ દઈ બેઠા હતા. ખુદ ટીનાએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો કે કેવી રીતે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ પછી સંબંધ લગ્ન સુધી પહોંચ્યો અને વર્ષ 2018માં અતહર આમિર અને ટીના ડાબીએ લગ્ન કરી લીધા. આ દરમિયાન પણ બંને ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

લગ્નના ત્રીજા વર્ષે જ તલાક
બંનેના સંબંધ બહુ લાંબો ચાલી શક્યો નહિ. બંનેના સંબંધોમાં તિરાડ જોવા મળવા લાગી. લોકોને આ વાતનો અંદાજો ત્યારે મળ્યો જ્યારે ટીના ડાબીએ પોતાના નામ આગળથી ખાન હટાવી દીધુ અને પોતાના સોશિયલ મીડિયાથી પોતાના પતિને અનફોલો કરી દીધા. જો કે, થોડા દિવસ પછી બંનેએ જાતે આ વાતને સાર્વજનિક કરી દીધી કે તે પરસ્પર સમજૂતીથી અલગ થઈ રહ્યા છે. વર્ષ 2020માં ટીના અને અતહરે તલાકની અરજી આપી અને ઓગસ્ટ 2012માં બંને અલગ થઈ ગયા.

ક્યાં છે અતહર આમિર
તમને જણાવી દઈએ કે ટીના ડાબીના પહેલા પતિ અતહર આમિર મૂળ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે અને હાલમાં શ્રીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શ્રીનગર સિટી લિમિટેડના સીઈઓના પદ પર કાર્યરત છે. અતહર પોતાના કામને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમને વર્ષ 2022માં શ્રીનગર સ્માર્ટ સિટી માટે બેસ્ટ સિટી લીડર ઑફ ધ યરનો અવૉર્ડ પણ મળ્યો. ઈન્સ્ટાગ્રામ પર તેમના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે જ્યારે ટ્વિટર પર 1 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે. અતહર ઘણીવાર પોતાના કામના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરતા રહે છૈ.