રામ રહીમ પછી ઇચ્છાધારી બાબાની થઇ અટક, કારણ ઠગાઇ
દિલ્હી પોલીસે હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવવા માટે એક ઇચ્છાધારી બાબાની ધરપકડ કરી છે. દિલ્હીના ઇચ્છાધારી બાબા સ્વામી ભીમાનંદ મહારાજ અને તેમની મહિલા સાથીની પોલીસે ધરપકડ કરી છે. સુત્રોની પ્રાપ્ત માહિતી મુજબ ઇચ્છાધારી નામથી જાણીતા સ્વામી ભીમાનંદને દિલ્હી ક્રાઇમ બ્રાંચે પકડીને અમર કોલોની પોલીસ સ્ટેશન લઇ ગઇ છે. પોલીસનું કહેવું છે કે ભીમાનંદ મહારાજ યુપીના ચિત્રકૂટના ચમરૌહા ગામના નિવાસી છે. અને તેમની પર દેહ વેપારનો આરોપો લાગી ચૂક્યા છે. આ વખતે તેમની અટક આઇઆરટીસીમાં નોકરી આપવાનું કહી એક મહિલા જોડેથી 30 લાખ રૂપિયા ઠગાવવા માટે થઇ છે. પીડિતા ઋતુએ જણાવ્યું કે તેને સ્વામીએ નોકરી આપવાનું કહી 30 લાખ રૂપિયા લીધા છે. સાથે જ તેના ભાઇને પણ આવી જ લાલચ આપી પૈસાની ઠગાઇ કરી છે.
પોતાના પાપ છૂપવવા માટે બાબાએ દિલ્હીમાં બદરપુર મંદિરમાં પોતાનું સાઇ મંદિર પણ બનાવ્યું છે. અને તે લોકોને પોતે સાંઇ બાબાનો અવતાર છે તેવું કહેતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ ભીમાનંદનું સાચું નામ શિવમૂરત દ્રિવેદી છે.
શિવમૂરત 1988માં દિલ્હી આવ્યા હતા અને નહેરુ પ્લેસ નામની પાંચ સ્ટાર હોટલમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તે પછી તેમણે 1997માં મસાજ પાર્લરમાં કામ કર્યું અને ત્યાં સેક્સ રેકેટ મામલે પોલીસે તેમની ધરપકડ પણ કરી છે. તે પછી જેલની બહાર આવી તેમણે પોતાનું નામ અને લૂક બદલીને પોતાની સ્વામી ભીમાનંદ મહારાજ બનાવી દીધા હતા અને અંદર ખાને સેક્સ રેકેટ ચલાવવા લાગ્યા હતા. તે પછી ફેબ્રુઆરી 2010માં બે એરહોસ્ટેસ સમેત 8 લોકોને સેક્સ રેકેટ ચલાવવા મામલે પકડવામાં આવ્યા હતા. જેના માસ્ટરમાઇન્ડ પણ આ ઇચ્છાધારી બાબા જ હતા. તેવું જાણવા મળ્યું છે.