For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધરામૈયા જીતશે તો કર્ણાટકનો આ 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધરામૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ જાદૂઈ આંકડો મેળવવામાં જો સફળ રહે તો પાર્ટી સત્તામાં વાપસી તો કરશે જ સાથે સાથે રાજનૈતિક ઈતિહાસ પણ નવી રીતથી લખવામાં આવશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધરામૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ જાદૂઈ આંકડો મેળવવામાં જો સફળ રહે તો પાર્ટી સત્તામાં વાપસી તો કરશે જ સાથે સાથે રાજનૈતિક ઈતિહાસ પણ નવી રીતથી લખવામાં આવશે. રાજ્યની રાજનીતિમાં છેલ્લા 33 વર્ષથી સત્તાધારી પાર્ટી સતત બીજી વખત વાપસી નથી કરી શકી. એટલું જ નહીં, 2013ને છોડીને કેન્દ્રમાં સત્તારૂઢ દળ ક્યારેય રાજ્યમાં બહુમતી નથી મેળવી શકી. એવામાં સિદ્ધરામૈયા જીતની સાથે સત્તામાં વાપસી કરશે તો છેલ્લા 33 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે અને તેઓ એક નવો ઈતિહાસ રચશે.

જણાવી દઈએ કે 1972થી પહેલાં કર્ણાટકને મૈસુર રાજ્યના નામે ઓળખવામા આવતું હતું, પરંતુ પુનઃનામકરણ કરી આનું નામ કર્ણાટક કરી દેવામાં આવ્યું છે. કર્ણાટકના 4 દશકન રાજનૈતિક ઈતિહાસ પર નજર નાખવામા આવે તો 1983માં સતત બીજી વખત જનતા પાર્ટીની સરકાર બની હતી. જે બાદથી જ્યારે પણ વિધાનસભા ચૂંટણી થઈ, સત્તાધારી પાર્ટી સત બીજી વખત સત્તામાં વાપસી નથી કરી શકી. ઇમરજન્સી બાદ 1983માં યોજાયેલ રાજ્યની સાતમી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી અને ભાજપને સત્તા મળી. જનતા પાર્ટીએ 95 સીટ જીતી અને રામકૃષ્ણ હેગડેએ અન્ય નાના દળો સાથે મળીને રાજ્યમાં પહેલી ગેરકોંગ્રેસી સરકાર બનાવી.

કર્ણાટકમાં એમનો જાદૂ ન ચાલી શક્યો

કર્ણાટકમાં એમનો જાદૂ ન ચાલી શક્યો

મૈસુરનું કર્ણાટક નામ પડ્યા બાદ 1972માં પાંચમી વિધાનસભા ચૂંટણી અને 1978માં યોજાયેલ 6ઠ્ઠી ચૂંટણીમાં જીત મેળવી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. આ એજ સમય હતો, જ્યારે કેન્દ્રની સત્તા પર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારના હાથમાં હતી. તેમ છતાં કર્ણાટકમાં એમનો જાદૂ ન ચાલી શક્યો અને રાજ્યની સત્તા ગુમાવી બેસ્યાં.

કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી સત્તામાં વાપસી કરી

કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી સત્તામાં વાપસી કરી

1989માં કર્ણાટકની સાતમી વિધાનસભાની ચૂંટણી થઈ, જનતા પાર્ટીની વિદાય થઈ અને કોંગ્રેસે જબરદસ્ત જીત મેળવી સત્તામાં વાપસી કરી. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ 178 સીટ જીતવાનો રેકોર્ડ પણ બનાવી દીધો હતો, જેને અત્યાર સુધી કોઈપણ પક્ષ તોડી નથી શક્યું. આ બાદ 1994માં વિધાનસભા ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો. એચડી દેવગૌડાના નેતૃત્વમાં જનતા દળે 115 સીટ જીતીને સરકાર બનાવી. જ્યારે કેન્દ્રની સત્તા પીવી નરસિમ્હારાવના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટીના હાથમાં હતી.

કોંગ્રેસે 132 સીટ જીતીને રાજ્યમાં ફરી સત્તા મેળવી

કોંગ્રેસે 132 સીટ જીતીને રાજ્યમાં ફરી સત્તા મેળવી

પાંચ વર્ષ બાદ 1999માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સામે જનતાદળની શર્મનાક હાર થઈ. કોંગ્રેસે 132 સીટ જીતીને રાજ્યમાં ફરી સત્તા મેળવી. આ એજ સમય હતો જ્યારે કેન્દ્રની સત્તા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી બીજેપી ગઠબંધન એનડીએ સરકારના હાથમાં હતી.

કોંગ્રેસને સત્તાથી બહાર થવું પડ્યું

કોંગ્રેસને સત્તાથી બહાર થવું પડ્યું

2006માં યોજાયેલ વિધાનસભામાં કોંગ્રેસને સત્તાથી બહાર થવું પડ્યું. ભાજપ 79 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી અને કોંગ્રેસને માત્ર 65 સીટ જ મળી હતી. કોંગ્રેસે જેડીએસની સાથે મળીને સરકાર બનાવી જે રાજ્યની પહેલી ગઠબંધનની સરકાર બની. બીજી બાજુ કેન્દ્રની સત્તામાં કોંગ્રેસના ગઠબંધનની સરકાર હતી. જે પછી જેડીએસે બીજેપીની સાથે મલીને સરકાર બનાવી અને કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા.

સીએમની કમાન બીએસ યેદુયરપ્પાને મળી

સીએમની કમાન બીએસ યેદુયરપ્પાને મળી

2008માં કર્ણાટક યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં જેડીએસની શર્મનાક હારનો સામનો કરવો પડ્યો. ભાજપ 110 સીટ સાથે સત્તા પર આવી અને સીએમની કમાન બીએસ યેદુયરપ્પાને મળી. દક્ષિણ ભારતમાં પહેલી વખત ભાજપની સરકાર બની હતી. 2008માં કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી. તેમ છતાં કોંગ્રેસે માત્ર 80 સીટથી જ સંતોષ માનવો પડ્યો.

કોંગ્રેસે 122 સીટ સાથે બહુમતી બનાવી

કોંગ્રેસે 122 સીટ સાથે બહુમતી બનાવી

પાંચ વર્ષ બાદ 2013માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કરારી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે કોંગ્રેસે 122 સીટ સાથે બહુમતી બનાવીને સત્તા પર વિરાજમાન થઇ. 1999 બાદ કોંગ્રેસે કર્ણાટકની સત્તામાં વાપસી કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 2018માં કર્ણાટકની રાજનૈતિક પરંપરા તૂટશે કે પછી જૂનો ઈતિહાસ જ વગોવાશે.

English summary
If Congress win then they will break 33 years old record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X