શિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે
સુશાંત સિંહ સુસાઈડ કેસ સાથે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેનુ નામ જોડાયા બાદ હવે શિવસેનાની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા નારાયણ રાણેની પ્રેસ કૉન્ફરન્સ બાદ હવે શિવસેનાએ પોતાના યુવા નેતાનો બચાવ કરીને વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ કેસમાં ઘણા રાજનેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન ભાજપે મુંબઈ પોલિસની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. હાલમાં જ નારાયણ રાણેએ ઈશારા ઈશારામાં આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યુ હતુ ત્યારબાદ હવે શિવસેનાએ પલટવાર કર્યો છે.

સંજય રાઉતે આપી કડક ચેતવણી
શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે સંજય રાઉતે પોતાના નિવેદનમાં કોઈ પાર્ટી કે વ્યક્તિનુ નામ લીધુ નથી પરંતુ તેમણે કહ્યુ કે વિપક્ષ આ સત્યને પચાવી નથી શકતુ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકાર સત્તામાં છે. રાઉતે મીડિયા સાથે વાતચીત કરીને કહ્યુ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેને શું મળ્યુ છે? એવુ લાગે છે કે જ્યારથી શિવસેનાના નેતૃત્વવાળી સરકાર રાજ્યમાં સત્તામાં આવી છે ત્યારથી વિપક્ષ આ વાતને અત્યાર સુધી સ્વીકારી શક્યુ નથી.

ષડયંત્રની ભારે કિંમત ચૂકવવી પડશે
સંજય રાઉતે તીખા સ્વરમાં કહ્યુ કે શિવસેનાની યુવા શાખાના ચીફ અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેને એ કેસમાં જોડવાનુ ષડયંત્ર કરનારાએ આના માટે ભારે કિંમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ મંગળવારે ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યુ હતુ કે તેમને સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે કોઈ સંબંધ નથી અને તેમને અને તેમના પરિવારને કોઈ કારણ વિના નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

આદિત્ય ઠાકરેએ આપી હતી સફાઈ
આદિત્ય ઠાકરેએ પોતાની સફાઈમાં બૉલિવુડ અભિનેતાના મોત પર કોઈનુ નામ લીધા વિના ગંદી રાજનીતિનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે તેમની સામે લગાવવામાં આવી રહેલ આરોપ નિરાશાથી ઉપજેલ સડક છાપ રાજનીતિનુ પરિણામ છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર હતુ જ્યારે આદિત્ય ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે પોતાનુ નામ લાવવા અંગે જવાબ આપ્યો હતો. મીડિયા રિપોર્ટમાં મહારાષ્ટ્ર સરકાર અને ખાસ કરીને મુંબઈ પોલિસ પર આરોપ લાગી રહ્યા છે કસે તે સુશાંત સિંહની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને બચાવી રહી છે.

ખોટા આરોપોથી છબી નહિ થાય ખરાબ
આદિત્ય ઠાકરેએ આગળ કહ્યુ કે સુશાંત સિંહનુ મોત ચોંકાવનારુ છે. મારા અને મારા પરિવાર પર કીચડ ઉછાળવામાં આવી રહ્યો છે પરંતુ હું આ મામલે શાંત રહીશ. પ્રોટોકૉલ ન માનનારા લોકો આવુ કરી રહ્યા છે, તેમને ખબર હોવી જોઈએ કે ખોટા આરોપોથી કોઈની છબી ખરાબ નહિ થાય. કોઈ એ ભ્રમ ન પાળે કે અમારી છબી ખરાબ થઈ જશે. તેમણે કહ્યુ, મહારાષ્ટ્ર પોલિસ સુશાંત સિંહ કેસની તપાસ કરી રહી છે.

શુક્રવારે ઈડી સામે હાજર થશે રિયા
આ કેસમાં પહેલેથી જ તપાસ કરી રહેલ ઈડીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીન સમન મોકલીને શુક્રવારે હાજર થવા માટે કહ્યુ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 7 ઓગસ્ટ એટલે કે શુક્રવારે ઈડી મુંબઈની ઓફિસમાં રિયાની પૂછપરછ થશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઈડીએ રિયા ચક્રવર્તી માટેના સવાલોનુ એક લાંબુ લિસ્ટ તૈયાર કર્યુ છે. ઈડીએ રિયાના મુંબઈ સ્થિત જૂના ઘરે પોસ્ટ દ્વારા અને ઈમેલના માધ્યમથી સમન મોકલ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રિયાને સુશાંત સાથે વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો વિશે સવાલ પૂછવામાં આવી શકે છે.
ટીવી જગતમાંંથી એક ખરાબ સમાચાર, કલાકાર સમીર શર્માએ કરી આત્મહત્યા, પંખાથી લટકેલી મળી લાશ