For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપીનાથ મુંડે હોત તો આજે એક હોત શિવસેના-ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 4 ઓક્ટોબર: મહારાષ્ટ્રની ચૂંટણી રણના ધુરંધર કિંગમેકર ગોપીનાથ મુંડેના મૃત્યું બાદ ભાજપને એટલો મોટો ઝટકો લાગી ચૂક્યો છે કે તે ઝટકાનો અહેસાસ તેને ચૂંટણીના પરિણામોથી થઇ શકે છે. કારણ કે ગોપીનાથ મુંડેના મૃત્યું બાદથી ભાજપ સાથે પચ્ચીસ વર્ષથી મિત્રતા જાળવી રાખનાર શિવસેના સંગઠનનો અવાજ બદલાઇ ગયો છે. જેથી મતોનું ધ્રુવીકરણ થઇ શકે છે.

ગોપીનાથ મુંડેના ચહેરાના રૂપમાં ભાજપની પાસે એક એવો નેતા હતો જેના બળ પર ભાજપની જીત પાક્કી લાગી રહી હતી. શરદ પવારના મુખ્યમંત્રી રહેતાં ગોપીનાથ મુંડેએ કોંગ્રેસની સત્તા વિરૂદ્ધ આંદોલન છેડ્યું હતું. તેના માટે મુંડેને સમર્થન મળ્યું હતું. તેનું જ પરિણામ કહી શકાય છે કે વર્ષ 1995માં ભાજપા-શિવસેના બંને મળીને મહારાષ્ટ્રની સત્તા પર બિરાજમાન થઇ શકે છે.

gopinath-narendra-modi

ગોપીનાથ મુંડે ઘણીવાર ભાજપ-શિવસેના વચ્ચે એક પુલનું કામ કર્યું હતું. જેના લીધે શિવસેના-ભાજપ ગઠબંધન આટલો વર્ષો સુધી બની રહ્યું. પરંતુ ગોપીનાથ મુંડેના મૃત્યું બાદ શિવસેનાનો દબાયેલો અવાજ ઉગ્ર થઇ ગયો અને આટલા વર્ષોથી ચાલતું ગઠબંધન તૂટી ગયું.

આ પંદર વર્ષો દરમિયાન કોંગ્રેસ-એનસીપીએ મહારાષ્ટ્ર પર કબજો જમાવી લીધો. ઘણા પ્રયત્નો બાદ જ્યારે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં દરેક મોરચા પર અસફળ સાબિત થઇ રહી છે. તો લોકસભા ચૂંટણી બાદ બનેલા વાતાવરણને જોતાં ગોપીનાથ મુંડેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રોજેક્ટ કરવા નક્કી કરવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તો આખેઆખું ભાજપાઇ સમીકરણ બગડી ગયું છે. ગઠબંધન તૂટ્યું છે, ભાજપની પાસે મુખ્યમંત્રીના પદ માટે મહારાષ્ટ્રનો માની તો ચહેરો નથી.

English summary
If Gopinath Munde exits BJP-Shivsena alliance will go constant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X