• search

કેજરીવાલે કહ્યું, જો મોદી ગેસના ભાવ નહી વધારે તો ભાજપમાં જોડાઇ જઇશ

By Kumar Dushyant

નવી દિલ્હી, 2 એપ્રિલ: અરવિંદ કેજરીવાલે ફરી એકવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. દિલ્હીના રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે ભાજપમાં જોડાવવાની વાત કહી હતી, પરંતુ તેના માટે એક શરત રાખી હતી.

દિલ્હીમાં રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'જો નરેન્દ્ર મોદી વાયદો કરે કે તે ગેસના ભાવ નહી વધારે, તો હું પણ ભાજપમાં જોડાઇ જઇશ. પરંતુ થોડીવાર બાદ અરવિંદ કેજરીવાલ પોતાના નિવેદનથી ગુલાટી મારી દિધી હતી અને તેમણે કહ્યું હતું કે મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી. હું મરી જઇશ પરંતુ ભાજપ, કોંગ્રેસ સાથે જઇશ નહી. આ બધુ મીડિયાની ઉપજાવેલા કાઢેલા સમાચાર છે. મેં ક્યારેય આવું કહ્યું નથી.

અરવિંદ કેજરીવાલ આજે પાર્ટીના ઉમેદવાર રાજમોહન ગાંધીના સમર્થનમાં પૂર્વી દિલ્હીના ગીતા કોલોનીમાં રોડ શો કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વી દિલ્હી લોકસભા વિસ્તારની ગીતા કોલોનીમાં રોડ શો દરમિયાન લોકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. કેજરીવાલ પોતાની જીપ પરથી લોકોને સંબોધિત કરી રહ્યાં હતા અને નીચે લોકો કાળા વાવટા બતાવી રહ્યાં હતા.

તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે વારાણસીથી ચૂંટણી લડી રહ્યાં છે. આપના સ્થાનિક નેતાઓના અનુસાર, દિલ્હીમાં 10 એપ્રિલના રોજ ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ ઉપરાંત સંજય સિંહ, મનીષ સિસોદિયા, ગોપાલ રાય સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા વારાણસીમાં ડેરો જમાવી દેશે. વારાણસીમાં 12 મેના રોજ મતદાન થશે.

રોડ શો દરમિયાન હંગામો

રોડ શો દરમિયાન હંગામો

અરવિંદ કેજરીવાલના રોડ શોના પ્રથમ દિવસે હંગામો થયો હતો. ચાંદની ચોકમાં રોડ શો દરમિયાન કેટલીક મહિલા કાર્યકર્તાઓએ એક બુજુર્ગ વ્યક્તિને તમાચો ચોડી દિધો હતો. પાર્ટી કાર્યકર્તાઓનો આરોપ છે કે આ વ્યક્તિ મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરી રહ્યો હતો.

કેજરીવાલે ઉપલબ્ધિઓ ગણાવી

કેજરીવાલે ઉપલબ્ધિઓ ગણાવી

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાની 49 દિવસોની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના નિર્ણયને યોગ્ય ગણાવવાનો નિર્ણય કર્યો હતો. ચાંદની ચોક વિસ્તારમાં તેમના રોડ શોને ભારે જનસમર્થન મળ્યું હતું.

આશુતોષ માટે પ્રચાર

આશુતોષ માટે પ્રચાર

પીતમપુરા જેવા પોશ વિસ્તારમાં લોકોએ વધુ ઉત્સાહ દાખવ્યો ન હતો. ચાંદની ચોક લોકસભા વિસ્તારમાંથી આપના આશુતોષને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેજરીવાલે સોમવારે પશ્વિમી દિલ્હી સંસદીય વિસ્તારમાંથી પોતાના ઉમેદવાર જનરલ સિંહના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

નીચલા અને મધ્યમવર્ગમાં કેજરીવાલનો દબદબો

નીચલા અને મધ્યમવર્ગમાં કેજરીવાલનો દબદબો

તમે લાગી રહ્યું હશે કે કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ દિલ્હીમાં મધ્યવર્ગ વચ્ચે તેમનો જનાધાર ઘટ્યો છે. પરંતુ નીચલા અને મધ્યમ વર્ગ વચ્ચે તેમનો જનાધાર મજબૂત છે.

65 વર્ષમાં જે કામ થયું નથી તે 49 દિવસમાં થયું

65 વર્ષમાં જે કામ થયું નથી તે 49 દિવસમાં થયું

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગત 65 વર્ષોમાં કોઇપણ સરકારે જેટલું કામ કર્યું નથી એટલું કામ મારી સરકારે કર્યું છે. તેમણે કહ્યું હતું કે 49 દિવસની સરકારમાં શું મે પાણી અને વિજળીના બિલ ઓછા કર્યા નથી? તેમના સમર્થકોએ હામાં તેનો જવાબ આપ્યો અને હાથ ઉંચો કરી તેમનું સમર્થન કર્યું હતું.

એક એપ્રિલથી બિલ બમણું ચૂકવવું પડશે

એક એપ્રિલથી બિલ બમણું ચૂકવવું પડશે

આપના નેતાએ કહ્યું હતું કે એક એપ્રિલથી લોકોને વિજળી અને પાણીનું બિલ બમણું ચુકવવું પડશે. તેમની સરકારે 31 માર્ચ સુધી સબસિડીની જોગવાઇ કરી હતી. ભાજપ અને કોંગ્રેસે સબસિડીને રદ કરી દિધી. આ બંને પાર્ટીઓ મળેલી છે અને વિજ કંપનીઓ પાસેથી પૈસા લીધેલા છે.

રોડ શોના લીધે ટ્રાફિક સમસ્યા

રોડ શોના લીધે ટ્રાફિક સમસ્યા

લોકસભા ચૂંટણીના નવ દિવસ પહેલાં કેજરીવાલના રોડ શોમાં 20થી વધુ ગાડીઓ સામેલ હતી. ઘણા બધા લોકો પોતાના ઘરના ધાબા અને બારીમાંથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને હાથ હલાવીને સ્વાગત કરી રહ્યાં હતા. રોડ શોના કારણે ટ્રાફીક પર અસર વર્તાઇ હતી અને કેટલાય લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ખુલ્લી જીપમાં સવારી

ખુલ્લી જીપમાં સવારી

તેમના કાફલામાં સામેલ એક ખુલ્લી જીપમાં કેજરીવાલ અને ચાંદની ચોક સંસદીય વિસ્તારથી આપના ઉમેદવાર આશુતોષ તેમની સાથે સવાર હતા. તે લોકો સાથે હાથ મીલાવી રહ્યાં હતા. કેટલાક લોકોએ કેજરીવાલને ફૂલોની માળા પહેરાવી હતી.

આશુતોષને જીતાવવાની અપીલ

આશુતોષને જીતાવવાની અપીલ

પોલીસ દળની સુરક્ષા વચ્ચે સમ્રાટ સિનેમા હોલના નજીક બ્રિટાનિયા ચોકથી શરૂ થયેલ કેજરીવાલનો રોડ શો એ બોલ મધર ડેરી અને સરસ્વતી ચોક જેવા ગીચતાવાળા વિસ્તારોથી પસાર થયો હતો. આ દરમિયાન તેમણે લોકોને આશુતોષને જીતાવવાની અપીલ કરી હતી.

English summary
Some female workers of Aam Aadmi Party (AAP) slapped an elderly man repeatedly during a road-show of party leader Arvind Kejriwal in Delhi on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more