For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm નો ઉપયોગ કરો છો તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી

જો તમે પેટીએમ દ્વારા પોતાના બિલોની ચૂકવણી કરી રહ્યા છો તો તમારે કેટલીક વસ્તુઓ વિશે જાણવુ ખૂબ જરુરી છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

નોટબંધીના આ સમયગાળામાં પેટીએમ લોકો માટે એક રાહતના સમાચાર છે જેના દ્વારા તમે સરળતાથી પૈસાની લેવડ-દેવડ અને ચૂકવણી કરી શકો છો, આવુ જ કહેવામાં આવે છે ને ટીવી અને અખબારની પેટીએમની જાહેરખબરોમાં. પરંતુ કદાચ હકીકત એ નથી જે દેખાઇ રહી છે. વાસ્તવિકતા તો કંઇક અલગ જ છે. આવુ અમે નથી કહેતા પરંતુ એ લોકોનું કહેવુ છે જે લોકો આજકાલ પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તે તેમના માટે માથાનો દુખાવો બની ચૂક્યુ છે.

paytm

નેશનલ ટાઇગર કંઝરવેશન ઓથોરિટીના ફોટોગ્રાફર સંજીવ પટવાલે પોતાના ફેસબુક પેજ પર પેટીએમ સાથેનો પોતાનો દુખદ અનુભવ શેર કર્યો છે અને લોકોને સાવચેત કરતા એ હકીકત પરથી પડદો ઉઠાવ્યો છે કે દરેક ચમકતી વસ્તુ પર ભરોસો ના કરવો જોઇએ.

paytm

પેટીએમ ખાતામાં પૈસા વિશે ખોટી માહિતી

સંજીવે પોસ્ટમાં લખ્યુ છે કે પેટીએમ ખાતામાં તેના પૈસા ઘણા ઉલ્ટા સીધા બતાવવામાં આવે છે. તેણે જ્યારથી પેટીએમ એકાઉંટ ખોલાવ્યુ છે ત્યારથી જ તેઓ તેનો ઉપયોગ નથી કરી શક્યા. તેણે પોતાના એકાઉંટમાં 2646 રુપિયા નાખ્યા હતા પરંતુ ક્યારેક તેના એકાઉંટમાં 980 રુપિયા, ક્યારેક 37,450 અને ક્યારેક 0 બેલેંસ બતાવે છે.

paytm

ગ્રાહક સુરક્ષા નંબર એક માનવ રહિત સુવિધા

આટલુ જ નહિ સંજીવે આ વિશે પેટીએમના ગ્રાહક સુરક્ષા નંબર પર કોલ કર્યો તો તેને જાણવા મળ્યુ કે ગ્રાહક સુરક્ષા નંબર એક માનવ રહિત સુવિધા છે જ્યાં આપ કોઇની સાથે વાત કરી શકતા નથી.

paytm

પેટીએમ માત્ર ત્રણ વસ્તુ પર કામ કરી રહ્યુ છે

નેટબેંકિંગ કે ફોન બેંકિંગ દ્વારા તમે તમારા પૈસા લોડ કરી શકો છો તમે પેટીએમથી પેટીએમમાં જ તરત પૈસા ટ્રાંસફર કરી શકો છો તમારા પૈસા માત્ર પેટીએમમાં જ ઘૂમતા રહેશે. સંજીવ પટવાલે પોતાના દુખ દ્વારા લોકોને પેટીએમ પ્રત્યે સાવધાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે 'પેટીએમ' એક મોબાઇલ ઇ-કોમર્સ કંપની છે જેણે ઓછા સમયમાં ઘણુ નામ કમાઇ લીધુ છે. કંપનીએ મોબાઇલ રિચાર્જ તેમજ બિલોની ચૂકવણી જેવી સરળ સેવાઓથી શરુઆત કરી હતી.

English summary
If You used Paytm, than be alert, on paytm, They collect ur debit card details by offering great attractive cash back and discounts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X